Narmada : આ કાર્યવાહી દરમિયાન એક આખેઆખું પાકું મકાન પત્તાના મહેલની જેમ સેકન્ડોમાં જમીનદોસ્ત થઈ ગયું હતું, જેનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને ભારે ચર્ચા જગાવી રહ્યો છે.
વર્ષ 2019 માં ગરુડેશ્વરના આ વિસ્તારમાં કુલ 13 સરકારી અધિકારીઓને રહેણાંક હેતુ માટે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. કાયદાકીય ગૂંચવણો અને જમીનની માપણી બાદ આ પ્લોટ વાળી જમીન 'શ્રી સરકાર' (સરકારી માલિકીની) જાહેર થતાં તંત્ર દ્વારા આકરો નિર્ણય લેવામાં આવ્યો હતો. તપાસના અંતે કુલ 7 અધિકારીઓના મકાનો પૈકી 5 મકાનોને તાત્કાલિક અસરથી તોડી પાડવાનો કડક હુકમ કરવામાં આવ્યો છે
નિયમ તોડી બનાવેલા મકાનો તોડી પડાયા
ડિમોલિશનની કાર્યવાહી હેઠળ આવેલા અધિકારીઓમાં તત્કાલીન પ્રાંત અધિકારી અને હાલ અધિક કલેક્ટર, ડી.કે ભગત, તત્કાલીન ચૂંટણી અધિકારી, નર્મદા અને હાલ સચિવાલય ગાંધીનગર ખાતે ફરજ બજાવતા એમ.ડી.મીડિયા તત્કાલીન મામલતદાર અને નિવૃત્ત વી વી.મછાર, તત્કાલીન ટાઉન પ્લાનર, નર્મદા અને હાલ સિનિયર ટાઉન પ્લાનર (એવોર્ડ શાખા, ગાંધીનગર) એચ વી ગામીત તત્કાલીન પ્રાંત અધિકારી, ડેડીયાપાડા સ્વ. ડી.એન.ચૌધરી જ્યારે આર.એમ.ચૌધરી, આર.વી બારીયા એલ.એમ ડિંડોર આ અધિકારીઓ પૈકી બે અધિકારીઓએ હાલ સ્ટે મેળવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્લોટનો ભાવ વધતા નિયમોનો ભંગ કરી કરાયું હતું બાંધકામ
વહીવટી તંત્રને આ અધિકારીઓ પણ સહકાર આપી રહ્યા છે. અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. આ બાબતે ધારાસભ્ય ડૉ.દર્શનાબેન પણ કહ્યું કે, આ મુદ્દો મેજિલ્લા સંકલનમાં ઉઠાવ્યો હતો અને માહિતી માગી હતી 13 અધિકારીઓને પ્લોટ ફાળવ્યા હોવાની માહિતી મળી હતી.
પરંતુ આ અધિકારીઓએ સત્તાનો દુરપયોગ કરી કોઈપણ ટાઉન પ્લાનરની મંજૂરી વગર કામગીરી કરી હોવાની બાબત પણ સામે આવી હોવાનું જાણવા મળ્યું પણ સરકારી અધિકારી હોય કે પદાધિકારીઓ તેમના દ્વારા ખોટું થાય તો તેમને દંડ જરૂર થવો જોઈએ.
આ પણ વાંચો : Headline 12 PM : વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર