Narmada ના 100 થી વધુ ખેડૂતોએ વાપી-શામળાજી હાઈવેને લઈ ઉઠાવ્યો અવાજ, કહ્યું, જમીન અમારી, હક અમારો
Narmada : વાપી - શામળાજી નેશનલ હાઈવે નર્મદા જિલ્લામાંથી પસાર થતો હોય જેમાં વડિયા વાવડી અને જીતનગરના ખેડૂતોએ આ હાઈવે રદ કરવા નહી તો વળતર વધારા ખેડૂતોએ રાજપીપળા ખાતે ગાંધીચોક ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું. અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી.
Advertisement
Narmada : આ અગાઉ આ ખેડૂતો એ સક્ષમ સત્તાધિકારી (CALA) જમીન સંપાદન અને પ્રાંત અધિકારી નાંદોદ અને નેશનલ હાઇવે પ્રોજેકટ ડાયરેકટર, પી.આઇ.યુ.વિભાગ ને લેખિતમાં રજૂઆત કરી હતી અને હજુ જો કોઈ સરકાર નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે એવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

