Narmada ના સાગબારામાં રાજકારણ ગરમાયું, સાંસદ મનસુખ વસાવા અને ફોરેસ્ટ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ
Narmada જિલ્લાના સાગબારા પંથકમાં જંગલની જમીન અને ખેડાણના મુદ્દે શરૂ થયેલું આંદોલન હવે એક મોટા રાજકીય અને પ્રશાસનિક વિવાદમાં ફેરવાઈ ગયું છે. સાગબારા તાલુકાના ખોપી ગામે આદિવાસી ખેડૂતો દ્વારા જંગલની જમીન પરના ખેડાણ અને વિવિધ માંગણીઓને લઈને રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.
Advertisement
Narmada : આ આંદોલનને સમર્થન આપવા અને ખેડૂતોની વેદના સાંભળવા માટે પહોંચેલા લોકસભા સાંસદ મનસુખ વસાવા અને વન વિભાગના અધિકારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ જોવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ, ખોપી ગામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ તણાવપૂર્ણ બની હતી.

