Narmada ના સાગબારામાં જંગલની જમીન ખેડાણ મુદ્દે જંગ, વન વિભાગ અને ખેડૂતો આમને-સામને આવતા તણાવપૂર્ણ સ્થિતિ
Narmada જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલની જમીન પરના ખેડાણના મુદ્દે વહીવટી તંત્ર, વન વિભાગ અને સ્થાનિક ખેડૂતો વચ્ચેનો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. છેલ્લા 20 દિવસથી ચાલી રહેલા આ ખેડાણ વિવાદને કારણે આજે ફરી એકવાર વિસ્તારમાં ભારે તણાવ અને ઘર્ષણનું વાતાવરણ સર્જાયું હતું.
Advertisement
Narmada : સાગબારાના ખોપી અને હલગામ પાડી સહિતના ગ્રામજનો અને વન વિભાગના અધિકારીઓ આમને-સામને આવી જતા પરિસ્થિતિ તંગ બની હતી. સ્થાનિક ગ્રામજનોનો દાવો છે કે તેઓ વર્ષોથી આ જંગલની જમીન પર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા આવ્યા છે.

