Navsari Rain : નવસારીમાં પુર્ણા નદીના જળ સ્તરમાં સતત વધારો થયો છે અને નદીના જળસ્તરમાં વધારો થતા શહેરના નીચાણવાળા વિસ્તાર શાંતાદેવી વિસ્તારમાંથી લોકોનું કરાયું સ્થળાંતર. નદીના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે લોકોનું કરાયું સ્થળાંતર. એક તરફ વરસાદી આફત અને બીજી તરફ પૂરના પાણી વચ્ચે લોકોની સ્થિતિ બની દયનીય.
Navsari Rain : નવસારીમાં ભારે વરસાદ વરસતા આશ્રય સ્થાનમાં લોકોને રહેવા, સુવા અને ખાવા-પીવાની મનપા દ્વારા પૂરતી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે અને નવસારીમાં પૂર્ણા નદીની હાલની જળ સપાટી 26 ફૂટ પહોંચી છે. ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહી રહી છે પૂર્ણા નદી અને રાત્રે 8 થી 12 વાગ્યા સુધીમાં પૂર્ણા નદીની સપાટી 26 ફૂટ પર સ્થિર થઈ છે.
મુખ્ય માર્ગ પર કમરસમા પાણી ભરાયા
નવસારીમાં શહેરના ગ્રીડથી કાળિયાવાડી મુખ્ય માર્ગ પર કમરસમા પાણી ભરાયા છે. ગ્રીડથી નવસારીમાં આવતા હજારો લોકોએ જીવ જોખમમાં મૂકી રસ્તો પાર કર્યો અને મુખ્ય માર્ગ પર પાણીમાંથી આવવાની હિંમત કરનારા ચાલકોના વાહનો પણ પાણીમાં ફસાયા છે.
મુખ્ય માર્ગ પરથી પસાર થતા અનેક વાહનો પાણીમાં ફસાયા સ્થાનિકો મદદે આવ્યા અને સ્થાનિક લોકોએ કાર અને બસને મહા મુસીબતે ધક્કો મારી અથવા ટ્રેક્ટરથી ખેંચીને બહાર કાઢ્યા છે.
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ
એક તરફ આકાશી આફત અને બીજી તરફ નદીના પૂરના પાણી વચ્ચે લોકોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. પ્રશાસન સતત નદીના જળસ્તર પર નજર રાખી રહ્યું છે અને લોકોને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા તથા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હાલ નવસારીના દરેક નાગરિકની પ્રાર્થના છે કે જળસ્તર ઝડપથી નીચે ઉતરે અને શહેર ફરી સામાન્ય સ્થિતિમાં આવે.
આ પણ વાંચો : LIVE: Gujarat Latest News : છોટા ઉદેપુરમાં રાજવાસણા રબર ડેમથી 25 ગામોના 3420 હેક્ટર વિસ્તારને થશે સીધો ફાયદો