દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશ પર રોક
જિલ્લા અધિક મજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ ભાવનગરના દરિયાકાંઠાના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સામાન્ય લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે. આ નિર્ણય સુરક્ષા કારણોસર તેમજ દરિયાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તંત્રએ સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈપણ વ્યક્તિએ દરિયાકાંઠાના વિસ્તારમાં ભીડ એકત્રિત ન કરવી અને પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ કરવાનો પ્રયાસ પણ ન કરવો.
ક્યાં સુધી પ્રતિબંધ?
જાહેરનામામાં માછીમારો માટે પણ મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે. 15 ઓગસ્ટ સુધી કોઈપણ માછીમારને સમુદ્ર અથવા ક્રિક વિસ્તારમાં માછીમારી માટે જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તંત્રનું માનવું છે કે હાલની સ્થિતિમાં સમુદ્રમાં જવું જોખમી બની શકે છે. માછીમાર સમાજને સ્થાનિક પ્રશાસન સાથે સહકાર આપવા અને આગામી સૂચના સુધી સમુદ્રમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે.
બોટોની અવર-જવર સંપૂર્ણપણે બંધ
તંત્રએ માત્ર માછીમારી જ નહીં, પરંતુ કોઈપણ પ્રકારની બોટની અવર-જવર પર પણ પ્રતિબંધ મૂક્યો છે. માછીમારી બોટ, ખાનગી બોટ તેમજ અન્ય નાની-મોટી હોડીઓ માટે પણ આ નિયમ લાગુ પડશે. જિલ્લા તંત્રએ જાહેરનામામાં ચેતવણી આપી છે કે પ્રતિબંધિત આદેશનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સંબંધિત વિભાગોને આ જાહેરનામાનું કડક પાલન કરાવવા માટે સૂચના આપવામાં આવી છે.
લોકો માટે સાવચેતી રાખવાની અપીલ
ભાવનગર જિલ્લા તંત્રએ નાગરિકોને સાવચેત રહેવા, દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવાસ કે ફરવા જવાનું ટાળવા અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. આગામી દિવસોમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગળના નિર્ણય અંગે માહિતી આપવામાં આવશે.
આ પણ વાંચોઃAnand Heavy Rain: આણંદમાં ભારે વરસાદનો કહેર, SP કચેરી બહાર પાણીમાં બાળક તણાયું
આ પણ વાંચોઃ Bhavnagar: સનેસ પોલીસની મોટી કાર્યવાહી, કોડીનયુક્ત કફ સિરપનો મોટી માત્રામાં જથ્થો પકડ્યો