Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Operation Delta Hunt : રાજયભરમાંથી 501 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા, મોટાભાગની મહિલાઓ કરતી હતી સ્પામાં કામ

Operation Delta Hunt : રાજયભરમાં બાંગ્લાદેશીઓ સામે ઓપરેશન ડેલ્ટા હંટ ચાલી રહ્યું છે. જેમાં રાજયભરમાંથી 501 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા છે. નાયબ મુખ્યમંત્રીની સૂચના બાદ હાથ ધરાયું હતું ઓપરેશન અને અલગ-અલગ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવી હતી તપાસ.
operation delta hunt   રાજયભરમાંથી 501 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા  મોટાભાગની મહિલાઓ કરતી હતી સ્પામાં કામ
Advertisement

Operation Delta Hunt : ગુજરાતમાં ઓપરેશન ડેલ્ટા હંટને લઈ પોલીસ ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી રહી છે, અમદાવાદમાં સૌથી વધારે ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે અને આગામી દિવસોમાં પણ આ ઓપરેશન પોલીસનું યથાવત રહેશે જિલ્લાભરમાં.

એજન્ટ ક્યા કયા છે તેની તપાસ ચાલુ છે

તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપીનું કહેવું છે કે, સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને કોણ કોણ એજન્ટો છે તે દિશામાં તપાસ ચાલુ છે. જે મહિલાઓ ઝડપાઈ છે તેમાં મોટા ભાગની મહિલાઓ સ્પામાં કામ કરતી હોવાની વાત સામે આવી છે. હાલ પકડેલ બાંગ્લાદેશીઓની ફિંગર પ્રિન્ટ લેવામાં આવશે, જેના આધારે ખ્યાલ આવશે કે અગાઉ પકડાયેલા પૈકી હમણાં છે કે કેમ ! સૌથી વધુ વેસ્ટ બંગાળ બોર્ડર મારફતેથી ગુજરાતમાં બાંગ્લાદેશીઓ આવ્યા છે અને અમદાવાદના નારોલ વિસ્તારમાં સૌથી વધુ બાંગ્લાદેશી ઝડપાયા છે.

Advertisement

સૌથી વધુ નારોલ વિસ્તારમાં બાંગ્લાદેશી ઝડપાયા

તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપીનું વધુમાં કહેવું છે કે, એજન્ટો 50 હજારથી વધુ રૂપિયા મેળવતા હતા અને ટ્રેન મારફતે બાંગ્લાદેશીઓ અહીં આવ્યાં છે. એજન્ટો ઘરઘાટી તરીકે કામની વાત કહીને ભારત કે ગુજરાત લાવે છે, બાદમાં મહિલાઓને દેહવ્યાપારમાં ધકેલવામાં આવે છે. હાલ પકડાયેલ બાંગ્લાદેશીઓ સામે માત્ર ડિપોર્ટેશન કામગીરી થશે, જો કોઈ ગેરકાયદે કામગીરીમાં હશે તો ફરિયાદ થશે અને ગયા વર્ષે 465 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કર્યા હતા જે ઝડપી પ્રક્રિયા હતી.

Advertisement

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પણ ઝડપાયા

બીજી તરફ, વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ ગણાતા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પણ 53 જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા છે. જેમાં સૌથી વધુ કચ્છ પૂર્વમાં 27 અને કચ્છ પશ્ચિમમાં 7 બાંગ્લાદેશીઓ પકડાયા છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં 5, સુરેન્દ્રનગરમાં 5, બોટાદમાં 3, મોરબીમાં 2 તેમજ જામનગર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢમાંથી 1-1 બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ થઈ છે. હાલમાં રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા 280થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને તેમના દસ્તાવેજોની વેરિફિકેશનની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જેમ-જેમ તપાસ અને પૂછપરછ આગળ વધશે તેમ-તેમ ઝડપાયેલા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોનો આંકડો હજી પણ વધી શકે છે.

આ પણ વાંચો : Kutch : અંજારમાં પાર્કિગના ઝઘડાએ લીધું હિંસક રૂપ, ધોકા અને લાકડીઓ લઈ રોડ પર ઉતર્યા શખ્સો

Advertisement

.

×