Palanpur : અજાણ્યા વાહનચાલકે સર્જયો અકસ્માત, પિતાનું મોત અને પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ
Palanpur ના એસબીપુરા પાટીયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં અજાણ્યા વાહને રીક્ષાના ચાલકને અડફેટે લીધા હતા અને અકસ્માત સર્જી ફરાર થયો હતો, આ ઘટનામાં પિતાનું મોત થયું છે તો પુત્રને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
Advertisement
Palanpur નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે અને મોડી રાત્રે આ ઘટના બની છે. અકસ્માત થતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો, તો પોલીસે આસપાસના સીસીટીવીની મદદથી અકસ્માત સર્જનારની શોધ શરૂ કરી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે રીક્ષાના ભૂક્કા બોલાઈ ગયા હતા.

