Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Palanpur Shocking News: આવો તો કેવો પતિ!, પત્નિને વેચી મારી પોતે જ ગુમ થવાની ફરિયાદ નોંધવી

પાલનપુરની એક ઘટનાએ માનવતાને શરમમાં મૂકી દીધી છે, જ્યાં એક પરિણીત યુવાને પોતાના અંગત ફાયદા માટે પત્નીનો સોદો કરી નાખ્યો. પતિની આ અમાનવીય હરકત ત્યારે બહાર આવી જ્યારે તેણે પોતે જ પત્ની ગુમ થયાનું નાટક રચ્યું. પત્નીને વેચવા પાછળનું શું કારણ હતું? અને પોલીસને તપાસ દરમિયાન કેવા ચોંકાવનારા પુરાવા મળ્યા?
palanpur shocking news  આવો તો કેવો પતિ   પત્નિને વેચી મારી પોતે જ ગુમ થવાની ફરિયાદ નોંધવી
Advertisement

Palanpur Shocking News: પાલનપુરમાં એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક નિર્દય પતિએ પોતાની પત્નીને જ વેચી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિકેશ પટેલ નામના આરોપી પતિએ તેની પત્નીને વિશ્વાસમાં લઈને મિત્રોને મળવાના બહાને ઘરની બહાર કાઢી હતી અને ત્યારબાદ તેને થરાદની એક મહિલા સહિતના ત્રણ શખ્સોને માત્ર 50 હજાર રૂપિયામાં વેચી દીધી હતી.

Palanpur: પત્ની ગુમ થઈ હોવાની પતિએ જ ફરિયાદ કરી

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, પત્નીને વેચી દીધા બાદ આરોપી પતિએ પોલીસ સ્ટેશનમાં પોતે જ પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકાય. જોકે, પોલીસની ઝીણવટભરી તપાસમાં આખું કાવતરું ખુલ્લું પડ્યું હતું. પત્નીને ખરીદનાર શખ્સોએ તેના પર દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો પણ તપાસ દરમિયાન બહાર આવી છે.

Advertisement

Advertisement

આરોપી નિકેશ ચોરીના ગુનાઓમાં પણ સંડોવાયેલો

પોલીસ તપાસમાં નિકેશ પટેલના ગુનાહિત ભૂતકાળનો પણ પર્દાફાશ થયો છે. તે પહેલેથી જ પરિણીત હોવા છતાં, અન્ય સમાજની યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી તેમને ભગાડી જવાનું અને તેમની સાથે છેતરપિંડી કરવાનું કામ કરતો હતો. એટલું જ નહીં, આરોપી નિકેશ ચોરીના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. આ સમગ્ર કૌભાંડમાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Rain Prediction: ગુજરાતમાં ગરમીનો અંત! હવામાન વિભાગે આ તારીખોમાં કરી ભારે વરસાદની આગાહી

Tags :
Advertisement

.

×