નકલી ચલણી નોટો. રૂ.500ના દરની 492 નકલી નોટો (કિંમત રૂ. 2,46,000) પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. મુખ્ય સૂત્રધાર નિકુલજી ઠાકોર અને એક સગીર (બાળ કિશોર) ઘટનાસ્થળેથી રંગેહાથ ઝડપાયા છે.
પાટણ પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો
પાટણ પોલીસે કલર પ્રિન્ટર, કોમ્પ્યુટર સેટ અને મોટરસાયકલ સહિત કુલ રૂ.1,01,100 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કૌભાંડના તાર દિલ્હી અને રાજસ્થાન સુધી જોડાયા હોવાની વાત પોલીસ તપાસમાં સામે આવી છે.
આ કેસમાં 3 આરોપી હજી પણ ફરાર છે અને પોલીસે તેમને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અત્યાર સુધી કેટલી નોટો બજારમાં ફરતી કરવામાં આવી હતી અને તેમાં અન્ય કોની સંડોવણી છે તે દિશામાં વિસ્તૃત તપાસ પોલીસની ચાલી રહી છે.
પોલીસે બાતમીના આધારે પાડયા દરોડા
આ કેસમાં પોલીસે દેલમાલ ગામના નિકુલજી હમીરજી ઠાકોર તથા કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ કૌભાંડમાં ધીરજ ચૌહાણ (મૂળ બનાસકાંઠા, હાલ દિલ્હી), કૈલાશ (મૂળ રાજસ્થાન, હાલ દિલ્હી) અને પપ્પુ ઠાકોર (રહે. મંડલોપ, તા. ચાણસ્મા) નામના ત્રણ આરોપીઓની સંડોવણી પણ સામે આવી છે. હાલ તેઓ ફરાર છે.
આ પણ વાંચો : Ahmedabad માં કાળજું કંપાવતી ઘટના, ખાનપુરના રાયફલ ક્લબ પાસેથી મળ્યો નવજાત બાળકનો મૃતદેહ