આ નમૂનાઓને તપાસ માટે રાજ્યની માન્ય લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા કરાયેલી આ કાર્યવાહીમાં અંદાજીત રૂ. 1,24,260ની કિંમતનો 1117 કિલોગ્રામ અને 792 નંગ પેકેટ જેટલો વિશાળ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
સિદ્ધપુર ફૂડ વિભાગની મોટી કાર્યવાહી
એકમની તપાસ દરમિયાન સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોના ભંગ બદલ ફૂડ બિઝનેસ ઓપરેટર લાલાણી જાવેદભાઈ સમસુદ્દીનભાઈને કાયદેસરની 'ઈમ્પ્રૂવમેન્ટ નોટિસ' આપવામાં આવી છે. આ નોટિસ દ્વારા તેમને ઉત્પાદન પ્રક્રિયામાં જરૂરી સુધારા કરવા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવા કડક સૂચના અપાઈ છે.
ફૂડ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, લેબોરેટરીમાંથી નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ જ વસ્તુઓની ગુણવત્તા વિશે સ્પષ્ટતા થશે. જો તપાસમાં રિપોર્ટ 'અસુરક્ષિત' અથવા 'મિલાવટવાળો' આવશે, તો FSSA (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ), 2006ની વિવિધ જોગવાઈઓ મુજબ સંચાલક સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં?
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારની ચેડાં સહન કરવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ આ કાર્યવાહી દ્વારા ફૂડ વિભાગે આપ્યો છે. સિદ્ધપુરના આ વિસ્તારમાં અનેક લોકો આવી ખાદ્ય વસ્તુઓનું સેવન કરતા હોય છે.
ત્યારે આ પ્રકારની તપાસ લોકોમાં જાગૃતિ લાવવા માટે પણ જરૂરી છે. તંત્ર દ્વારા આગામી સમયમાં આવી વધુ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે, જેથી બજારમાં વેચાતી ગુણવત્તાહીન ખાદ્ય સામગ્રી પર રોક લગાવી શકાય.
આ પણ વાંચો : Gir Somnath પોલીસ વિભાગમાં મોટો ફેરફાર, 140 પોલીસ કર્મચારીઓની અરસપરસ બદલી