Patan : રાધનપુરના કોંગ્રેસના કોર્પોરેટર 100નું ટોળું લઈ પાલિકાના પ્રમુખની કેબિનમાં ઘુસ્યા, કાગળો ઉછાળીને ઓફિસમાં ધમાચકડી કરી!
Patan : રાધનપુર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોષીએ કોંગ્રેસના કોર્પોરેટર જયાબેન પર કાર્યવાહી કરવા ચીફ ઓફિસરને લેખિતમાં કરી રજૂઆત. રાધનપુર નગરપાલિકામાં ગઈકાલે વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના કોર્પોરેટર જયાબેન 100 જેટલાનું ટોળું લઈને નગરપાલિકાપ્રમુખની ચેમ્બરમાં ઘુસી માથાકૂટ કરી હોવાની વાત સામે આવી છે.
Advertisement
Patan : રાધનપુર વિસ્તારના સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરવાના બહાને 100થી વધુ લોકોનું ટોળું લઈને મારી ચેમ્બરમાં મારા પર હિંસક હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો તેવો આક્ષેપ પાલિકાના પ્રમુખ ભાવનાબેન જોષીએ કર્યો છે અને તેમનું વધુમાં કહેવું છે કે, હિંસક હુમલો થવાની બીકના કારણે મારા પતિ સાથે હું ઓફિસ છોડીને નીકળી ગઈ હતી.

