કૌભાંડી ક્લાર્ક ભરતભાઈ પસાભાઇ નાડોદા (રહે. ભામાથળ, સમી) વિરૂદ્ધ આખરે પોલીસ ફરિયાદ નોધાઈ છે. વર્ષ 2024 થી 2025 દરમિયાન લાખોની સરકારી રકમ બારોબાર ઓળવી જતાં પ્રશાસન પર ઉઠ્યા સવાલો.
તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી
તો કૌંભાડ આચરતા સમગ્ર ઘટનાની ગંધ તાલુકા હેલ્થ ઓફિસર સુધી પહોંચતા તેમણે તપાસના આદેશ આપ્યા હતા તે દરમિયાન કૌંભાડ આચરનારે કુલ રૂ.48,60,400 ની ઉચાપતમાંથી આરોપીએ રૂ.21,40,500 પરત ભર્યા હતા. બાકીની બાકી રહેતી રકમ રૂ.27,19,482 ઓળવી જતાં સમી THO દ્વારા નોંધાવી પોલીસ ફરિયાદ.
આરોપીએ વર્ષ 2018થી રાજદીપ એન્ટરપ્રાઇઝ અને ત્યારબાદ ઇથોશ એચ.આર. મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ લિમિટેડ ગાંધીનગર મારફતે કાર્યરત હતા. હાલના ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નિકુલકુમાર ચંદુલાલ તારાચંદ નાયકે ફરિયાદ નોંધાવી છે.
બેંક પાસે ચકાસણી કરાવતા કૌંભાડ આવ્યું સામે : Patan
આરોપીએ 25 ફેબ્રુઆરી 2026ના રોજ આશા બહેનોના માનદ વેતન માટે આવેલા રૂ.6,79,580ના ચેક પાછળ આંકડા અને શબ્દો ઉમેરીને તેને રૂ.26,79,580 કરી દીધો હતો.
આ ઉપરાંત, 134 કર્મચારીઓની અસલ ટ્રાન્સફર શીટમાં કૌભાંડ આચરીને 46મા ક્રમે પોતાનું નામ ઉમેરી રૂ.21,00,000ની રકમ દર્શાવી દીધી હતી. આરોપી ક્લાર્કે વર્તમાન અધિકારીના કાર્યકાળ દરમિયાન 27 ફેબ્રુઆરી 2026થી 7 મે 2026 સુધીમાં કુલ રૂ.48,60,482ની ઉચાપત કરી હતી.
આ પણ વાંચો : Headline 12 PM : વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર