Patan : લોક ગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ ફરી ગરમાયો! પૂર્વ પતિ અશોક ચૌધરીને ઘેરીને મારવાનો કરાયો પ્રયાસ
Patan : લોક ગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ ફરી ગરમાયો છે જેમાં રાધનપુર ફેમિલી કોર્ટની બહાર કિંજલ રબારીના પૂર્વ પતિ અશોક ચૌધરી પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. છૂટાછેડાના કાગળો પર સહી કરવાની ના પાડતા અશોક ચૌધરીને ઘેરીને મારવાનો કરાયો પ્રયાસ. પોલીસને જાણ થતા મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન સુધી.
Advertisement
Patan : પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો તીક્ષ્ણ હથિયારો સાથે આવેલા 4 જેટલા શખ્સોએ ગાડી ઘેરી લીધી તેવો આક્ષેપ અશોક ચૌધરીનો છે અને સામાજિક દબાણના કારણે અલગ થયા બાદ કિંજલ રબારીએ કોર્ટમાં કરી હતી છૂટાછેડાની અરજી.

