જમીનની અંદર રહેલી પાઈપ મારફતે આ પાણી આવે છે અને તે ઉભરાઈને બહાર આવે છે. કેમિકલનું પાણી ગુલાબી રંગનું હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, આગામી દિવસોમાં આ પાણી છોડવાનું બંધ નહી કરાય તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
પાટણના સોનાર ગામે ખુલ્લામાં કેમિકલ ઠાલવતા રોષ
ખાનગી કંપની દ્વારા સીમમાં ખુલ્લામાં કેમિકલ ઠાલવાયું છે અને આસપાસના ખેતરોમાં પણ કેમિકલના પાણીની પાક પર અસર થયાની આશંકા છે. સ્થાનિકોની રજૂઆતને પગલે GPCBની ટીમ પહોંચી ગામમાં અને મામલતદાર અને SDM પણ સોનાર ગામે પહોંચ્યા છે.
અધિકારીઓ પહોંચતા ગ્રામજનોએ ઉગ્ર રોષ ઠાલવ્યો અને આસપાસના ખેતરોમાંથી પણ માટીના સેમ્પલ લેવાયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કેમિકલની દુર્ગંધથી લોકોને શ્વાસ લેવામાં પણ સમસ્યા પડી રહી છે.
GPCBની ટીમ ફટકારશે કેમિકલ માફિયાઓને દંડ?
હાલમાં તો જીપીસીબીની ટીમે માટીના નમૂના લીધા છે અને પાણીના પણ નમૂના લીધા છે, ગ્રામજનોનું અધિકારીઓને કહેવું છે કે, જે કંપની દ્વારા આ પાણી છોડવામાં આવે છે તેની સામે દંડનીય કાર્યવાહી કરાય અને સીલ પણ મારવામાં આવે તેવી માગ ગ્રામજનોની છે.
ગૌચરની ખાડીઓ કે તળાવોમાં કેમિકલ ભળવાથી તે પાણી પીતા મૂંગા પશુઓના જીવ જોખમમાં મુકાય છે બીજી તરફ સિંચાઈની કેનાલ અથવા ભૂગર્ભ જળમાં આ કેમિકલ ભળવાથી ખેતીના પાકને મોટું નુકસાન થાય છે.
આ પણ વાંચો : Headline 03 PM : વાંચો બપોરના 12 થી બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર