આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ઘટ્યા
હાલમાં દેશના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ સ્થિર છે. દિલ્હીમાં પેટ્રોલ 102.12 રૂપિયા અને ડીઝલ 95.20 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 111.12 રૂપિયા અને ડીઝલ 97.78 રૂપિયા પ્રતિ લિટર છે. આ ઉપરાંત કોલકાતા અને ચેન્નાઈમાં પણ દરો લગભગ સમાન સ્તરે જળવાઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ માત્ર આંતરરાષ્ટ્રીય બજાર પર જ નહીં, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવતા ટેક્સ અને રિફાઇનિંગ કોસ્ટ પર પણ નિર્ભર રહે છે.
ટ્રમ્પના નિર્ણય અને OPEC+ ની નીતિઓની અસર
બીજી બાજુ, દેશમાં પેટ્રોલ અને ડીઝલની માંગમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જુલાઈ મહિનામાં ચોમાસાની ધીમી ગતિ અને સિંચાઈ માટે પંપના વધુ ઉપયોગને કારણે ડીઝલના વેચાણમાં સારો એવો ઉછાળો આવ્યો છે. જુલાઈમાં પેટ્રોલનું વેચાણ વાર્ષિક ધોરણે 9.7% વધીને 34.5 લાખ ટન પર પહોંચ્યું છે, જ્યારે ડીઝલનું વેચાણ 10.7% વધીને 71.2 લાખ ટન નોંધાયું છે. ખેતી અને પરિવહન ક્ષેત્રે ડીઝલની ભારે માગ રહે છે. ભારત તેની ક્રૂડ ઓઈલની 85% થી વધુ જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે, જેથી વૈશ્વિક બજારની હિલચાલ દેશના અર્થતંત્ર અને આયાત બિલ પર સીધી અસર કરે છે. હાલમાં ક્રૂડ ઓઈલના ઘટેલા ભાવોથી વૈશ્વિક સ્તરે રાહત જરૂર મળી છે, પરંતુ સ્થાનિક સ્તરે ગ્રાહકોને તેનો સીધો લાભ મળવાની રાહ જોવી પડશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને સરકારના આગામી નિર્ણયો પર જ પેટ્રોલ-ડિઝલના ભાવોનું ભવિષ્ય આધારિત છે.
આ પણ વાંચો : PoJK નો વિરોધ હવે રાજધાની ઇસ્લામાબાદ સુધી પહોંચ્યો, વિદ્યાર્થીઓ પર પોલીસનો લાઠીચાર્જ, અનેકની અટકાયત