Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PM નરેન્દ્રભાઈ મોદી 5 જૂને સુરત-દમણની મુલાકાતે, વરસાદની આગાહી વચ્ચે સભા હવે ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાઈ શકે છે

PM : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, ત્યારે 5 જૂને સુરત-દમણની મુલાકાતે વડાપ્રધાન લેવાના છે અને લોકાર્પણ સહિતના કાર્યક્રમો પણ યોજાશે, તો પીએમ મોદી સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જાહેર સભાને સંબોધિત કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. તો સુરત ભાજપ અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પીએમ મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ પર આવ્યા બાદ હેલિકોપ્ટરથી દમણ જશે.
pm નરેન્દ્રભાઈ મોદી 5 જૂને સુરત દમણની મુલાકાતે  વરસાદની આગાહી વચ્ચે સભા હવે ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાઈ શકે છે
Advertisement

PM : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 5 જૂન 2026ના રોજ સુરત અને દમણની મુલાકાતે આવે તેવી શક્યતા છે. તેમના સંભવિત આગમનને ધ્યાનમાં રાખીને શહેર ભાજપ અને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, વડાપ્રધાન કાર્યાલય તરફથી સત્તાવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દમણમાં એરપોર્ટના ઉદ્ઘાટન સહિતની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપવા આવવાના છે.

સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જાહેર સભાને સંબોધિત કરે તેવી શક્યતા

વડાપ્રધાન દિલ્હીથી સુરત એરપોર્ટ પર આવ્યા બાદ હેલિકોપ્ટરથી દમણ જશે. સુરતમાં વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમ માટે ઇન્ડોર સ્ટેડિયમને પસંદ કરવામાં આવે તેવી ચર્ચા રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચાલી રહી છે. વડાપ્રધાનની મુલાકાતને લઈને ભાજપના કાર્યકરો અને વિવિધ સંગઠનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સુરત શહેર પોલીસ, મહાનગરપાલિકા અને અન્ય સરકારી વિભાગો દ્વારા પણ જરૂરી વ્યવસ્થાઓ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે જેમાં 120 માંથી 115 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

Advertisement

સુરત શહેરમાં PM મોદીના પ્રવાસને લઈ સિક્યોરિટી અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવાઈ

વડાપ્રધાનની સુરત મુલાકાતને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોવાથી સ્થાનિક વહીવટી તંત્ર, કોર્પોરેશન અને પોલીસ વિભાગ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયા છે. સુરત શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને લોખંડી બનાવવા માટે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. પીએમ મોદીના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક ડાયવર્ઝન અને પ્રોટોકોલ જાળવવા માટે વિવિધ વિભાગોને કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. તંત્ર દ્વારા આગામી 1-2 દિવસમાં પીએમ મોદીના સમગ્ર રૂટ અને મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. પીએમ મોદી સૌપ્રથમ દમણમાં કેન્દ્રશાસિત પ્રદેશના મહત્વકાંક્ષી એરપોર્ટ પ્રોજેક્ટ અને અન્ય વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે, જેની સીધી સકારાત્મક અસર પડોશી જિલ્લા વલસાડ અને સમગ્ર દક્ષિણ ગુજરાત પર પણ પડશે.

Advertisement

આ પણ વાંચો : Gujarat News Today: આજે 31મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×