અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને એક બાતમી મળી હતી મેમનગર હેલમેટ ચાર રસ્તાથી વિજય ચાર રસ્તા તરફ એક કાર જઈ રહી છે અને તેમાં દારૂનો જથ્થો ભરેલો છે તેને ધ્યાને રાખી ચેક કરતા તેમાંથી 1008 વિદેશી દારૂની બોટલો અને 1428 નંગ બીયર મળી આવ્યા હતા.
તો ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે પીછો કરી આ દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો તો કારનો ચાલક નારણપુરા પાસે એક સોસાયટી નજીક કાર મૂકીને ફરાર થયો હતો તો પોલીસ બેડામાં એવી ચર્ચા ચાલે છે કે નારણપુરા પોલીસ સ્ટેશનના મોટા ભા "બારોટ સાહેબ" આ વાત જાણતા હતા, પોલીસના સૂત્રો તરફથી એવી પણ વાત મળી રહી છે કે જે દારૂનો જથ્થો ઝડપાયો છે તેનું કટિંગ નારણપુરા થવાનું હતું અને ત્યાંથી બીજી જગ્યાએ વસ્તું જવાની હતી.
તો અગાઉ પણ નારણપુરા વિસ્તારમાં દારૂને લઈ વીડિયો વાયરલ થયો હતો અને નારણપુરા વિસ્તારમાં અંગ્રેજી દારૂ મળી રહે છે કે શું ! ત્યારે નારણપુરા પીઆઈ જરા તમારા વહિવટદાર બારોટ સાહેબને કહો કે, તમે જે કરો છો તેની જાણ અન્ય લોકોને પણ છે જ. પાપનો ઘડો આવી રીતે પણ છલકાઈ જાય છે અને તમને વહિવટદાર ડાઘ ના લગાડે એ જોજો.
K કંપનીમાંથી બહાર નિકળશે બધા !
અમદાવાદ શહેરમાં કે કંપનીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓમાં કયાંક નારજગી જોવા મળી છે, 3 વર્ષ કરતા વધુ સમય થયો પણ તેમને કે કંપનીમાંથી બહાર કાઢવામાં આવ્યા નથી તેવા સૂર ઉઠયા છે. તો બે વખત પરેડ, નાઈટ અને જાપ્તા તો ખરા જ.
તો કે કંપનીમાં મોટા ભાગના મોટા વહિવટદારો છે કે જેમની બદલી સજાના ભાગ રૂપે ત્યાં કરવામાં આવી છે, તો આમાં ઘણા પોલીસ કર્મીઓનું એવું પણ કહેવું છે કે, અમે તો વહવિટ કર્યા નથી પણ સરખા નામ હોવાના કારણે અમારી બદલી કરી દેવામાં આવી છે. ત્યારે કે કંપનીમાં ફરજ બજાવતા કર્મીઓને હવે જલ્દી બહાર કાઢી પોલીસ સ્ટેશનમાં નિમણૂંક આપવામાં આવે તેવી માગ ઉઠી છે. તો ઘણા પોલીસ કર્મીઓનું એવું પણ કહેવું છે કે, અમે તો સજા ભોગવી લીધી છે પણ અમને કોઈ પણ ભોગે બહાર કાઢો હવે તો અમે પણ કંટાળ્યા.
N ડિવિઝન ટ્રાફિકમાં ‘કીરૂ’ ભાઈનું મગજ આટલું ગરમ કેમ ?
અમદાવાદ શહેરમાં અલગ-અલગ ટ્રાફિકના પોલીસ સ્ટેશનો પણ આવેલા છે અને ટોઈંગ કરેલા વાહનોને જે તે ટોઈંગ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે, પરંતુ પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલા ટોઈંગ સ્ટેશનમાં ફરજ બજાવતા "કિરૂ" ભાઈ કે તેમનો સ્વભાવ તો ખૂબ ગરમ છે, કોઈ પણ નાગરિક તેમને કઈ પૂછે તો તે ઉદ્ધતાઈથી વર્તન કરતા હોવાની વાત સામે આવી છે.આ પોલીસ કર્મીને જરા કોઈ સમજાવો કે ભાઈ નોકરી તમે એકલા નથી કરતા બીજા લોકો પણ કરે છે.
અને લોકોને શાંતિથી સાંભળો તેમને ઉદ્ધતાઈથી જવાબ ના આપો તમારો આ સ્વભાવ તમારા જાણીતા પોલીસ કર્મીઓને પણ ખબર છે, કોઈને ના સમજણ પડે અને તમને કોઈ પૂછે તો ખરાબ વર્તન ના કરો. તો આ ટ્રાફિકના ડિવિઝનમાં "ગુલાબ" પણ વહિવટ કરી રહ્યાં છે અને ગુલાબની આ સુંગધ એક પોલીસ સ્ટેશન પૂરતી નહી પણ 2 પોલીસ સ્ટેશન સુધી મહેકી રહી છે.
પોલીસ સ્ટેશન હદમાંથી બાહ્ય એજન્સી રેડ કરી ડ્રગ્સ પકડશે તો PI જવાબદાર ગણાશે
રાજયના ડીજીપીએ પોલીસને એનડીપીએસના કેસો કરી ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાંખવા આદેશ કર્યા છે. એટીએસ, ક્રાઈમબ્રાંચ, એસઓજી કે સીઆઈડી ક્રાઈમ જ નહી સ્થાનિક પોલીસે પણ એનડીપીએસ ના કેસો કરવા તેમજ નાના પ્રમાણના ડ્રગ્સના જથ્થાના કેસોમાં પણ કડક કાર્યવાહી કરવી તેવી સૂચના અપાઈ છે. પોલીસ સ્ટેશન હદમાંથી બહારની એજન્સી રેડ કરી ડ્રગ્સ પકડશે તો જવાબદાર પીઆઈ ગણાશે તેવી સૂચના અપાઈ છે. એનડીપીએસના કેસો કરનાર પોલીસ અધિકારી કે જવાનોનું યોગ્ય ઈનામ આપી સન્માન કરવામાં આવશે તેવો આદેશ કરવામાં આવ્યો છે.
આધુનિક ગુનાખોરીને નાથવા IPS અધિકારીઓએ તૈયાર કર્યા બે ખાસ પુસ્તક, નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું અનાવરણ
સાયબર ગુનાઓની તપાસ અને જાગૃતિ માટે તૈયાર કરાયું ‘Cyber Trails’ પુસ્તક અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ JCP શરદ સિંઘલ અને સાયબર ક્રાઇમ DCP ડો. લવિના સિંહા સહિત ACP હાર્દિક માકાડિયા દ્વારા તૈયાર કરાયું પુસ્તક. ડિજિટલ ફ્રોડ, સોશિયલ મીડિયા તપાસ, ડાર્ક વેબ અને ક્રિપ્ટોકરન્સી તપાસ અંગે પુસ્તકોમાં વિગતવાર માર્ગદર્શન આપ્યું છે અને કાયદા અમલીકરણ એજન્સીઓ, સાયબર સિક્યુરિટી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બનશે પુસ્તક.
NDPS સંબંધિત કાયદાકીય અને તપાસ પ્રક્રિયાઓ માટે ‘NDPS Ready Reckoner’ પણ લોન્ચ કરવામાં આવી છે. અમદાવાદ SOG DCP રાહુલ ત્રિપાઠી એ NDPS ગુના સંદર્ભે પુસ્તક તૈયાર કર્યુ છે. આધુનિક સમયમાં ગુનાઓ સામે પોલીસ અને નાગરિકોને સશક્ત બનાવવાનો પુસ્તકો થકી પ્રયાસ કરાયો છે. NDPS Act, 1985 એ દેશના સૌથી કડક અને અસરકારક કાયદાઓમાંનો એક છે.
કોઈપણ કાયદાની સફળતા તેના યોગ્ય અને એકરૂપ અમલીકરણ પર આધારિત હોય છે. કાયદો પોતે માત્ર શબ્દોનો સમૂહ છે; તેના અમલીકરણ દ્વારા જ તેમાં જીવંતતા આવે છે. આ SOP પુસ્તક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કાયદાની જોગવાઈઓ સમજવામાં, તપાસની ગુણવત્તા સુધારવામાં તથા ગુનેગારો સામે મજબૂત અને કાયદેસરની કાર્યવાહી કરવામાં માટે ખુબ સારૂ માર્ગદર્શન પૂરું પાડશે.
આ પણ વાંચો : પોલીસની પંચાત : પોલીસ ધારે તો ભલભલાને ગમે ત્યાંથી શોધી કાઢે ! પોલીસ અધિકારીઓએ આળસ ખંખેરવી પડશે, DGP સાહેબે કર્યો સોલીડ હુકમ