પોલીસની પંચાત : ભરણ પોષણના કેસમાં ફરાર આરોપી ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયો, આનંદનગર પોલીસે કરી સોલીડ કામગીરી
આનંદનગર પોલીસની સરાહનીય કામગીરી
અમદાવાદ શહેર કંટ્રોલ દ્વારા 21-05-2026ના રોજ સવારે કલાક 09.15 વાગે આનંદનગર પી.સી.આર. 10 ને મેસેજ મળ્યો હતો કે, એક વૃદ્ધ મહિલા છેલ્લા 03 દિવસથી પોતાના ઘરનો દરવાજો ખોલતા નથી જે મેસેજના આધારે આનંદનગર પોલીસ સ્ટેશનની પી.સી.આર 10 મેસેજવાળી જગ્યાએ જતા દરવાજો બંધ હાલતમાં મળ્યો હતો.પોલીસે સુજબુદ્ધિ વાપરીને ફાયર વિભાગને જાણ કરી ઘરનો મુખ્ય દરવાજો તોડી અંદર પ્રવેશતા એક વૃદ્ધ મહિલા જાગૃતિબેન નિરુભાઈ પંડિત જેમની આશરે ઉંમર 75 વર્ષની છે અને તેઓ બિલકુલ અશક્ત હાલતમાં પોતાના બેડ પરથી નીચે જમીન પર પડી ગયા હતા અને તેજ હાલતમાં 108 બોલાવીને પોલીસે તેમને પ્રાથમિક સારવાર અર્થે જીવરાજ હોસ્પિટલ ખાતે ખસેડીને એક મહિલાનો જીવ બચાવી આનંદનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ મોહસીન ઈસ્માઈલ તથા આઉટસોર્સીંગ ડ્રાઈવર આશિષભાઈ રતિલાલ ભાઈ તેમજ ફાયર વિભાગની ટીમે સંયુક્ત રીતે પ્રસંશીય કામગીરી કરી હતી.
સુરક્ષા માટે સજ્જ અમદાવાદ શહેર પોલીસ
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી. એસ. મલિકની અધ્યક્ષતામાં નવગઠિત 'પોલીસ સલાહકાર સમિતિ'ની બેઠક યોજાઈ હતી જેમાં પોલીસ કમિશનર કચેરી ખાતે મળેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. બેઠક દરમિયાન નાગરિકોને નડતી સ્થાનિક સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત, પોલીસ દ્વારા કરવામાં આવતી પ્રજાલક્ષી કામગીરી અને સુધારાઓ સામાન્ય માણસ સુધી સરળતાથી પહોંચી શકે તે માટેના સકારાત્મક પગલાંઓ લેવા અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા બાળકો સમર કેમ્પનું બહોળું આયોજન
અમદાવાદ શહેર પોલીસ પરિવારના બાળકોના વેકેશનને યાદગાર અને પ્રોડક્ટિવ બનાવવા માટે પોલીસ કમિશનર જી. એસ. મલિકનાની પ્રેરણાથી ‘સમર કેમ્પ 2026 – Season 3’ ચાલી રહ્યા છે. મે મહિનાથી શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર સહિત શહેરના જુદા જુદા વિસ્તારોની પોલીસ લાઈનોમાં કુલ 13 સમર કેમ્પ ચાલી રહેલ છે. સવારે 7 થી 11 વાગ્યાના મુખ્ય સમય ઉપરાંત કેટલીક જગ્યાએ સાંજે પણ ખાસ સેશન્સ રાખવામાં આવ્યા છે, જેમાં 760 જેટલા બાળકો નવી નવી વસ્તુઓ શીખવા માટે ભારે ઉત્સાહ બતાવી રહ્યા છે. આ સમર કેમ્પની પ્રગતિ નિહાળવા માટે પોલીસ કમિશનરે મણિનગર, વટવા અને એલિસબ્રિજ પોલીસ લાઈનની રૂબરૂ મુલાકાત લઈને કેમ્પનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન બાળકોની અદભુત કૃતિઓ અને પ્રવૃત્તિઓ જોઈને તેમને શાબાશી આપી હતી, તેમજ ત્યાં હાજર પોલીસ પરિવારોના સભ્યો સાથે મુક્ત મને વાતચીત કરીને તેમનો ઉત્સાહ બેવડાવ્યો હતો.આ કેમ્પ માત્ર ટાઈમપાસ માટે નથી, પરંતુ તેનો ઉદ્દેશ્ય બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે. રમત-ગમત, આર્ટ એન્ડ ક્રાફ્ટ અને સોશિયલ એક્ટિવિટીઝ દ્વારા બાળકોની ફિઝિકલ ફિટનેસ અને મેન્ટલ હેલ્થ સુધરે તેવો અનોખો પ્રયાસ અહીં થઈ રહ્યો છે. આ પ્રવૃત્તિઓ બાળકોને પોતાની છુપાયેલી ટેલેન્ટ ઓળખવામાં મદદ કરશે, જેથી તેઓ ભવિષ્યમાં દેશના એક આદર્શ, જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે ઉભરી શકે.
ઝોન-8 ના એક પોલીસ સ્ટેશનમાં "સુરના" સિંહનો દબદબો યથાવત
અમદાવાદ શહેરમાં અલગ-અલગ પોલીસ સ્ટેશન પ્રમાણે વહીવટદાર પોલીસ સ્ટેશનના પીઆઈ રાખતા હોય છે, જેવું પોલીસ સ્ટેશન એવા વહીવટદાર પરંતુ અમદાવાદ શહેરમાં નરોડાની નજીક આવેલ એક પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી એક જ વહીવટદારનું શાસન છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ બેડામાં પણ ચર્ચા ચાલી રહી છે કે, સુરના સિંહને મજા જ મજા છે, હાલમાં જે પીઆઈ છે અને તેની પહેલા પણ જે પીઆઈ હતા તેમાં સુરનો દબદબો હતો અને હાલમાં પણ છે. આ વહીવટદારની નોકરી પણ તે જ પોલીસ સ્ટેશનમાં છે, તો સૂત્રો તરફથી એવી પણ માહિતી સામે આવી રહી છે કે, આ વહીવટદાર કે ત્યાંજ એકાઉન્ટ વિભાગ અન્યની નોકરી મૂકે છે. ત્યારે સુરના રાજમાં સિંહનો દબદબો છે. સાથે સાથે એવી પણ વાત મળી છે કે, દિલ જેવા સિંહ અને કાળુ નામથી પ્રખ્યાત વાઘેલા સાહેબ પણ આ જગ્યાએ પર ફરકતા હોય છે અને તેમના આશીર્વાદથી પણ ઘણો ફાયદો થયો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કામગીરી
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ શહેર વિસ્તારમાંથી ચોરી કરેલ મર્સિડીઝ કાર સાથે એક ઇસમને પકડી ફોર વ્હીલર ચોરીનો ગુનો ડીટેક્ટ કર્યો છે સાથે સાથે છેલ્લા 03 વર્ષથી અમદાવાદ શહેર ફેમીલી કોર્ટમાં દાખલ થયેલ ભરણ પોષણના કેસમાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. બીજી તરફ ડેટીંગ એપ્લીકેશન તથા મેટ્રોમોનીયલ એપ્લીકેશનમાં ગુજરાત પોલીસ PSI યુનિફોર્મમાં AI જનરેટેડ પ્રોફાઇલ રાખી યુવતીઓને ખોટી ઓળખ આપી પ્રેમસબંધમાં ફસાવી તેમની પાસેથી રૂપિયા તથા અલગ અલગ મદદ મેળવી લેનાર નકલી PSI ને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ,અમદાવાદ શહેર.
આ પણ વાંચો : Ahmedabad CP ઓફિસમાં પોલીસ જવાનો માટે આધુનિક જિમ શરૂ


