Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

પોલીસની પંચાત : મહિલા પ્રાઈવસી મુદ્દે ક્રાઈમ બ્રાંચ અને સાયબર ક્રાઈમે રંગ રાખ્યો, આરોપીને દિલ્હીથી ઉચકી લાવી

પોલીસની પંચાત : શહેરને સુરક્ષિત રાખતી પોલીસની કામગીરી 24 X 7 રહેતી હોય છે. જમતા સાથે સીધી સંકળાયેલી આ સેવાને ચારચાંદ લગાડનારા બાહોશ પોલીસ કર્મીઓ ગુજરાત પોલીસનું નાક છે. સ્વાભાવિક પણે ક્ચારેક સતત કામગીરી અને બહોળા પોલીસ સ્ટાફ વચ્ચે કેટલાક ખાખીને લાંછન પણ લગાડી દેતા હોય છે. ગુજરાત ફર્સ્ટ ડિજિટલ દ્વારા શરૂ કરાઈ રહેલી આ સિરિઝમાં પણ તમને વાંચવા મળશે આ તમામ વિગતો કે જે ચર્ચામાં પણ હોય અને ચર્ચાનું કેન્દ્ર પણ બની હોય. એ વાત લખીશું કે જેની શાબાશી મેળવવા માટે ખાખી ખરેખર હકદાર છે.
પોલીસની પંચાત   મહિલા પ્રાઈવસી મુદ્દે ક્રાઈમ બ્રાંચ અને સાયબર ક્રાઈમે રંગ રાખ્યો  આરોપીને દિલ્હીથી ઉચકી લાવી
Advertisement

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમની મોટી કામગીરી

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચના “Mission Cyber Rakshika” અંતર્ગત મહિલાઓની પ્રાઈવસી સાથે ચેડાં કરનાર આરોપી સુમિત શર્માને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે. હાથ બનાવટનો તમંચો નંગ-1 સાથે એક શખ્સને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ. રીક્ષા ચોરીના રીઢા ગુનેગારને ઓટોરીક્ષા કિ.રૂ.1 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વટવા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા “Mission Cyber Rakshika” અંતર્ગત ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી લોકોને બ્લેકમેઇલ કરતી એક મોટી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

બાપુનગરમાં પદુ ભા પાછા પ્રગટ્યા? હરખ- પદુડી જોડી જોરમાં

અમદાવાદ શહેરમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વહીવટદારનું રાજ રહેલું છે, ઘણા વહીવટદારો લાંબા સમયથી એક જ જગ્યાએ વહીવટ કરે છે તો ઘણા વહિવટદારો પીઆઈ મૂજબ બદલાતા રહે છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ ઝોન 5માં 2 વહીવટદારનું રાજ વ્યાપક હોવાની વાત સામે આવી છે, તો એક વહીવટદાર તો જૂના છે જેને લોકો વિસ્તારમાં પદુ તરીકે ઓળખે છે અને તેમની નોકરી ગુજરાત હાઈકોર્ટ નજીક આવેલા એક પોલીસ સ્ટેશનમાં છે, તો બીજા વહીવટદાર તરીકે હરીબાપુ છે અને તેમની નોકરી પણ બાપુના નગરમાં નથી. ત્યારે અમદાવાદ શહેર પોલીસબેડામાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ વહિવટદારો પર એવા તો કેવા અને કોના આશિર્વાદ છે કે હર અને પદુની જોડી એ જમાવટ કતરી નાખી છે..

Advertisement

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે લીધી સરપ્રાઈઝ વિઝીટ

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા પોલીસ મુખ્ય મથક ગોમતીપુર ખાતે ચાલી રહેલા બિન હથિયારી લોકરક્ષક (પુરુષ) તાલીમ કેન્દ્રની સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી હતી. હાલમાં કુલ 191 તાલીમાર્થીઓ અહીં તાલીમ લઈ રહ્યા છે. પોલીસ કમિશનરેએ તાલીમાર્થીઓની રહેવાની વ્યવસ્થા, મેસનું સંચાલન તથા મેસમાં વપરાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની વિગતવાર તપાસ કરી. સાથે જ તમામ જગ્યાએ સ્વચ્છતા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી. આ મુલાકાત દરમિયાન પોલીસ કમિશનરે તાલીમાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો, તેમની સમસ્યાઓ તથા પ્રશ્નો અંગે ચર્ચા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું. તેઓએ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તથા તાલીમની ગુણવત્તા અને સુવિધાઓ વધુ અસરકારક બનાવવા માટે સૂચનો આપ્યા હતા. અમદાવાદની એરપોર્ટ પોલીસે એક નાગરીકની ગુમ થયેલ બેગ તથા 5 હજાર રૂપિયા તથા લેપટોપ તથા મોબાઈલ મળી કુલ કિંમત રૂ.55 હજાર તથા અગત્યના દસ્તાવેજની શોધખોળ કરી પરત આપતી એરપોર્ટ પોલીસ ઝોન-4 અમદાવાદ.

Advertisement

ગેસના બાટલાને લઈ કાળા બજારી ચાલુ જ છે? પોલીસ આ મામલે ધ્યાન આપે તો ઘણા ગુના નોંધાઈ શકે છે

ગેસના બાટલાને લઈ બજારમાં કાળા બજારી ચાલુ જ છે અને આ વાત પણ સત્ય છે કે વેપારીઓને ઉંચા ભાવે ગેસનો બાટલો ખરીદવો પડે છે, તો ઘણી નાની હોટલો પણ બંધ થઈ ગઈ છે, પોલીસ ગેસના બાટલાની એજન્સીના ત્યાં તપાસ કરે અને જે લોકો છૂટક ગેસનો બાટલો વેપારીઓ પાસેથી ખરીદે છે તેમની પાસે જઈને પૂછશે તો સત્યતા ખબર પડશે. પોલીસ ધારે તો ગુના નોંધી શકે છે, પરંતુ અમદાવાદ શહેર પોલીસ હજી જોઈએ એ રીતના વેપારીઓ સામે ગુના નોંધતી નથી, વેપારીઓ પણ ખુશીથી ધંધો કરી રહી છે અને પોલીસ પણ લક્ષ્મીજીના આશીર્વાદ મેળવી રહી છે, આ બધાની વચ્ચે નાનો માણસ પીસાઈ રહ્યો છે તેની નોંધ કોઈ લેવા વાળું નથી.

સુરક્ષા માટે સજ્જ શહેર અમદાવાદની "ફીટ" પોલીસ

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા શરૂ કરાયેલ 12 અઠવાડિયાના Mission Fit Khakhi અભિયાન અગિયાર સપ્તાહ પૂર્ણ કર્યા છે. પોલીસ કમિશ્નર દ્વારા, આ મિશન અંતર્ગત ભાગ લઈ રહેલ પોલીસ કર્મચારીઓને જાતેથી દર સપ્તાહ પોષણક્ષમ અને સંતુલિત આહાર અપનાવવા, આહાર માર્ગદર્શન અંગે ચર્ચા અને સમજ કરવામાં આવી અને પોલીસ કર્મચારીઓમાં તેના હકારાત્મક પરિણામ જણાઇ આવેલ છે . Mission Fit Khakhi અભિયાનનો મુખ્ય હેતુ પોલીસ કર્મચારીઓની ફિટનેસ, કાર્યક્ષમતા, અને માનસિક સ્થિરતા વધારવાનો રહ્યો. ફરી એકવાર નિર્ધારિત માપદંડો અંગે ડોક્ટરો દ્વારા આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણીમાં મિશન અંતર્ગત ભાગ લઈ રહેલ પોલીસ કર્મચારીઓની શારીરિક તંદુરસ્તી, ઊર્જા સ્તર અને જીવનશૈલીમાં થયેલા સકારાત્મક ફેરફારો સ્પષ્ટ રીતે નોંધાતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : પોલીસની પંચાત : ભરણ પોષણના કેસમાં ફરાર આરોપી ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયો, આનંદનગર પોલીસે કરી સોલીડ કામગીરી

Tags :
Advertisement

.

×