Porbandar ના 'ઝવેરી બંગલા' વિવાદમાં હિરલબા જાડેજાની ધરપકડ, જૂનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરાઈ
Porbandar : લાંબા સમયથી ચાલી રહેલા પૂર્વ ધારાસભ્ય સ્વ. ભુરા મુંજાના પ્રોપર્ટી વિવાદે એક નવો અને મહત્વપૂર્ણ વળાંક લીધો છે. કરોડો રૂપિયાની કિંમતની મિલકત પચાવી પાડવાના ગંભીર ગુનામાં કમલાબાગ પોલીસે પૂર્વ ધારાસભ્યના પત્ની હિરલબા જાડેજાની સત્તાવાર ધરપકડ કરી છે. આ કાર્યવાહી જૂનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા કરવામાં આવતા પોરબંદરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
Advertisement
Porbandar : સ્વ. ભુરા મુંજાના અવસાન બાદ તેમના પરિવારમાં મિલકતને લઈને આંતરિક વિખવાદ ચાલતો હતો. આ વિવાદમાં તેમની બંને પત્નીઓ આમને-સામને આવી ગઈ હતી.

