Porbandar: હવે લોકોને બિલ ભરવા નહીં ઉભુ રહેવુ પડે લાઈનમાં, તમને વોટ્સએપ પર જ બિલ મળશે
પોરબંદર નગરપાલિકાએ મિલકતધારકો માટે ટેક્સ ભરવાની પ્રક્રિયા અત્યંત સરળ બનાવી દીધી છે. હવે કચેરીએ જવાની જરૂર નથી, કારણ કે બિલ સીધા તમારા વોટ્સએપ પર આવશે અને ચુકવણી માત્ર એક QR Code સ્કેન કરવાથી પૂર્ણ થઈ જશે. તંત્ર દ્વારા લેવાયેલું આ ડિજિટલ પગલું નાગરિકોનો કિંમતી સમય બચાવશે.
Advertisement
Porbandar Property Tax Bill: પોરબંદર (Porbandar) ના નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અને રાહતજનક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરના મિલકતધારકોએ પોતાનો પ્રોપર્ટી ટેક્સ (Property Tax) ભરવા માટે નગરપાલિકાની કચેરીએ જવાની કે લાંબી લાઇનોમાં ઉભા રહેવાની જરૂર રહેશે નહીં. તંત્ર દ્વારા ડિજિટલ ઇન્ડિયાના અભિયાનને વેગ આપતા પ્રોપર્ટી ટેક્સ બિલ હવે સીધા જ વોટ્સએપ (WhatsApp) પર મોકલવાની નવીન સુવિધા શરૂ કરવામાં આવી છે.

