દિવાલ કૂદીને ગયા કે ગેટ ખોલીને ગયા તેને લઈ ચર્ચા ચાલી રહી છે. હાલમાં સંરક્ષણ ગૃહના વોર્ડનની પણ પૂછપરછ કરવામાં આવી છે. પોલીસે રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારમાં સીસીટીવી પણ તપાસ કરવાના શરૂ કર્યા છે.
પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પહોંચ્યા સ્થળ પર
પ્રાથમિક માહિતી મુજબ, બાળ સંરક્ષણ ગૃહમાંથી બાળકો ગુમ થયા હોવાની જાણ થતાં જ રાજકોટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ સ્થળ પર પહોંચી સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી.
પોલીસ દ્વારા બાળ ગૃહમાં રહેલા રેકોર્ડ, CCTV ફૂટેજ સહિતની વિવિધ બાબતોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે બાળ સંરક્ષણ ગૃહની સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખને લઈને અનેક સવાલો ઉભા થયા છે. બાળકો કઈ રીતે ગુમ થયા અને તેમાં કોઈની બેદરકારી છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
બાળકો કયા ગયા તે દિશામાં પોલીસની તપાસ શરૂ
પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ગુમ થયેલા બાળકોને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. બાળકો ક્યાં ગયા, તેઓ પોતાની રીતે બહાર નીકળ્યા કે પછી કોઈ અન્ય કારણસર ઘટના બની છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટની આ ઘટનાએ બાળ સુરક્ષા સાથે જોડાયેલા તંત્રની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે.
બાળસુરક્ષા ગૃહમાંથી બાળ આરોપીઓ ભાગવાનો મામલો
સમગ્ર મામલે જિલ્લા કલેકટર ઓમ પ્રકાશે આપી માહિતી જેમાં બાળ સુરક્ષા ગૃહમાં ટોટલ 54 બાળકો છે. 54 પૈકી 11બાળકો સવારે 9 વાગ્યા આસપાસ ભાગ્યા હતા. 11 પૈકી 1 પાકિસ્તાની બાળ આરોપી પરત ફર્યો છે. બાળકોએ પ્લાનિંગ કરીને ગ્રીલ તોડી ભાગ્યા હતા. ભાગતી વખતે રૂમનો કેમેરો પણ તોડી નાખ્યો હતો. 7 વર્ષથી વધુ સજા હોય તેવા બાળકો અહીં રહેતા હતા. પોલીસે બાળકોને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Vadodara : હાથીખાના APMC માર્કેટમાં 12 દુકાનના તાળા તૂટયા, વેપારીઓમાં પોલીસ સામે ભારે રોષ