Rajkot Police Investigation: રાજકોટમાં 2.50 કરોડની લૂંચ મુદ્દે મોટી કાર્યવાહી, પોલીસને આરોપીઓના રૂટની મળી મોટી કડી
રાજકોટમાં જીતેન્દ્રસિંહ જાડેજાના નિવાસસ્થાને થયેલી 2.50 કરોડની ધાડના કેસમાં તપાસ તેજ બની છે. પોલીસને સીસીટીવી ફૂટેજમાં આરોપીઓના ભાગી છૂટવાના રૂટ અને કોઠારિયા સોલવન્ટ થઈ પ્રવેશ કર્યાના સંકેતો મળ્યા છે. ગ્રામ્ય પોલીસે આરોપીઓનું એક બાઈક જપ્ત કર્યું છે.
Advertisement
Rajkot Police Investigation Robbery: રાજકોટના કલાવડ રોડ પર આવેલા જીતેન્દ્રસિંહ જાડેજાના નિવાસસ્થાને થયેલી 2.50 કરોડની ધાડની ઘટનાએ શહેરભરમાં ભારે ચકચાર જગાવી દીધી છે. આ કેસમાં તપાસ કરી રહેલી રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસની સંયુક્ત ટીમને મોટી સફળતા મળી છે. CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસમાં આરોપીઓના ભાગી છૂટવાના રૂટનો મહત્વનો ખુલાસો થયો છે.

