Rajkot : 2.72 કરોડના ડિમોલિશન ખર્ચની તપાસ ક્યારે પૂરી થશે? PGVCLના એમ.ડી. ચુડાસમા બનશે તપાસ સમિતિના નવા અધ્યક્ષ
Rajkot ના ચર્ચાસ્પદ બનેલા જંગલેશ્વર ડિમોલિશન ખર્ચનો વિવાદ દિવસેને દિવસે વધુ ગંભીર અને રહસ્યમય બની રહ્યો છે. લાખો રૂપિયાના આ મામલામાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. એક મહિના કરતા વધુનો સમય વીતી ગયો હોવા છતાં, આ કૌભાંડ અને બેદરકારી બાબતે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
Advertisement
Rajkot : આ સમગ્ર પ્રક્રિયાની ધીમી ગતિ જોઈને લોકમુખે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ કોઈ ગંભીર તપાસ સમિતિ છે કે પછી માત્ર સમય પસાર કરવાનું એક નાટક છે? વિવાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ફરી એકવાર તપાસ સમિતિના અધ્યક્ષ બદલવામાં આવ્યા છે.

