Rajkot : ભાદર-2 ડેમમાં જળસંગ્રહ 70%ને પાર, ધોરાજી, ઉપલેટા અને કુતિયાણાના 35થી વધુ ગામો માટે હાઈ એલર્ટ
Rajkot : ધોરાજી પંથકમાં પડી રહેલા ભારે વરસાદને પગલે જળસ્ત્રોતોમાં નવા નીર આવ્યા છે. ધોરાજી નજીક આવેલો ભાદર-2 ડેમ હવે પોતાની ક્ષમતાના 70% જેટલો ભરાઈ ગયો છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
Advertisement
Rajkot : ડેમની જળસપાટી હાલમાં 50.35 મીટર સુધી પહોંચી ગઈ છે, જ્યારે તેની પૂર્ણ સપાટી 53.1 મીટર છે. ડેમમાં હાલ પણ 754 ક્યુસેક જેટલી પાણીની આવક સતત ચાલુ રહેતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવાની સંભાવના વધી ગઈ છે.

