Rajkot જિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી, ગોંડલની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ
Rajkot : સૌરાષ્ટ્રભરમાં મોસમ બદલાતાની સાથે જ જીવલેણ રોગો અને વાયરસનો ખતરો પણ વધતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાંથી ચાંદીપુરા વાયરસનો સત્તાવાર કેસ સામે આવતા આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગોંડલ તાલુકાના પાંચીયાવદળ ગામની એક નાની બાળકીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
Advertisement
Rajkot : સંક્રમિત બાળકીની તબિયત લથડતાં તેને તાત્કાલિક ધોરણે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તબીબોની દેખરેખ હેઠળ તેની વિશેષ સારવાર ચાલી રહી છે.

