Rajkot : 'લવ જેહાદ' જેવી ઘટનાનો પર્દાફાશ, યુવતી પર દુષ્કર્મ ગુજારી આરોપીએ નામ બદલાવીને ફસાવી દીધી!
Rajkot શહેરના રેલનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ છે. એટલું જ નહીં, આરોપીએ યુવતીને ધાક-ધમકી આપીને ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે રાજકોટના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
Advertisement
Rajkot : પીડિતાની ફરિયાદ મુજબ, આરોપી સાહિલ ચાનીયાએ યુવતીનો વિશ્વાસ જીતી તેની સાથે અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી એટલો હદે ક્રૂર હતો કે તેણે દુષ્કર્મ દરમિયાન યુવતીના ફોટા અને વીડિયો પણ ઉતારી લીધા હતા. આ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને આરોપી સતત યુવતીનું શોષણ કરતો રહ્યો હતો.

