Rajkot: મનપાના ફૂડ વિભાગના દરોડા, 87 થી વધુ દુકાનોમાં ચેકિંગ, અખાદ્ય અને વાસી જથ્થો જપ્ત
રાજકોટમાં આરોગ્ય વિભાગે ખાણી-પીણીના વેપારીઓ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. શહેરની 87 દુકાનો પર એકસાથે ત્રાટકેલી મનપાની ટીમોએ વાસી અને અખાદ્ય સામગ્રીનો મોટો જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કર્યો છે.
Advertisement
Rajkot Food Department Raid: રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરમાં ખાણી-પીણીના વેપારીઓ સામે આકરા પાણીએ કાર્યવાહી કરવામાં આવી છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વોને ડામી દેવા માટે ફૂડ સેફ્ટી વિભાગની ટીમોએ એકાએક સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 87 જેટલી ખાણી-પીણીની જાણીતી અને નાની દુકાનોને ટાર્ગેટ કરવામાં આવી હતી.

