Rajkot : ગોંડલમાં નશાનો કારોબાર પકડાયો, SOG એ 2.79 લાખના ગાંજા સાથે ઇમ્તિયાઝ સુમરાને ઝડપ્યો
Rajkot ગ્રામ્ય પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના વેપાર સામે ચાલી રહેલી ઝુંબેશમાં વધુ એક સફળતા મળી છે. ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલા આવાસ વિસ્તારમાં ગાંજાનો મોટો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળતા SOGની ટીમે દરોડો પાડીને એક શખ્સની ધરપકડ કરી છે.
Advertisement
Rajkot SOG પોલીસને બાતમી મળી હતી કે ગોંડલના વોરાકોટડા રોડ વિસ્તારમાં આવેલા આવાસમાં નશીલા પદાર્થોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી.

