Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : પરિવારનું પેટ ભરવા આવેલા યુવકની હોમાઈ જિંદગી, બ્લાસ્ટ થતા હોટલમાં મચી દોડધામ

Rajkot-ભાવનગર રોડ પર આવેલી એક હોટલમાં બ્લાસ્ટ થયો હોવાની વાત સામે આવી છે જેમાં એક યુવકનું મોત થયું છે. સૂત્રો તરફથી એવી માહિતી મળી છે કે કુલંટ ગેસની બોટલમાં આ બ્લાસ્ટ થયો છે. તો ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગ અને પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
rajkot   પરિવારનું પેટ ભરવા આવેલા યુવકની હોમાઈ જિંદગી  બ્લાસ્ટ થતા હોટલમાં મચી દોડધામ
Advertisement

Rajkot : રાજકોટના ભાવનગર રોડ પર આવેલી જાણીતી 'ઠાકર ઘણી' હોટેલના કિચનમાં ગઈકાલે એક અત્યંત વિચિત્ર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો જેમાં હોટલના રસોડામાં રાખવામાં આવેલા રેફ્રિજરેટરમાં કૂલિંગ માટે વપરાતી કુલંટ ગેસની બોટલ અચાનક પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થઈ હતી અને હોટલની અંદર રહેલો સ્ટાફ ગભરાઈ ગયો હતો અને દોડધામ મચી હતી. એક યુવકનું મોત થયું છે અને હાલમાં પોલીસની તપાસ ચાલી રહી છે.

Rajkot-ભાવનગર રોડ પર આવેલ હોટલના કિચનમાં થયો બ્લાસ્ટ

રાજકોટની ઠાકરધણી હોટલના કિચનમાં બ્લાસ્ટ થયો હોવાની વાત સામે આવી છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને ફાયર વિભાગ દોડી આવ્યું હતું, એકનું મોત થયું છે. બાકી કોઈ જાનહાની થઈ નથી. રાજસ્થાનથી યુવક મજૂરી કરવા માટે હોટલમાં નોકરી કરતો હતો અને તેનો જીવ ગયો છે. સાત મહિના અગાઉ યુવક નોકરી માટે આવ્યો હતો અને હોટલમાં નોકરી કરતો હતો. તો યુવકના પિતાનું પણ અગાઉ મોત થયું હતુ અને પરિવારની જવાબદારી આ યુવક પર હતી.

Advertisement

હોસ્પિટલ પહોંચતા પહેલા જ યુવકનું મોત

કિચનમાં બ્લાસ્ટ થતા રાજસ્થાનના અરવિંદસિંહ નામના યુવકનું મોત થયું છે. પોલીસે હોટલની અંદર રહેલા લોકોની પણ પૂછપરછ કરી છે. મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામં આવશે. ફ્રિજરેટરમાં ટેકનિકલ ખામી કે ગેસ લીકેજને કારણે વિસ્ફોટ થયો તે નક્કી કરવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ હોટલના સ્ટાફ અને મૃતક યુવાનના પરિવારને ઘેરા શોકમાં ડૂબાડી દીધા છે.

Advertisement

આ પણ વાંચો : Surat : આંતરરાજય વાહન ચોર ગેંગ ઝડપાઈ, મોંઘીદાટ કારની ચોરી કરી મોજશોખ કરતા હતા પૂરા

Advertisement

.

×