Rajkot Investment Scam: જાડેજા બ્રધર્સે 3 ટકા નફાની લાલચ આપી આચરી ₹62 લાખની ઠગાઈ
Financial Fraud Rajkot: રાજકોટમાં (Rajkot) જાડેજા બ્રધર્સ (Jadeja Brothers) પેઢીએ માસિક 3 ટકા નફાની લાલચ આપી ₹62 લાખની છેતરપિંડી આચરતા પોલીસ કમિશનરને ફરિયાદ કરાઈ છે. ₹50 લાખનું લખાણ હોવા છતાં નાણાં ન આપી જાનથી મારવાની ધમકી અપાઈ હતી. કરોડોનું કૌભાંડ આચરનાર આ પરિવાર વિદેશ ભાગી જાય તે પૂર્વે કડક કાર્યવાહી કરવા ભોગ બનનારે માંગ કરી છે.
Advertisement
Rajkot Investment Scam: રાજકોટ (Rajkot) શહેરમાંથી રોકાણકારોને રાતોરાત અમીર બનવાની લાલચ આપી કરોડો રૂપિયાનું ફ્રોડ (Fraud) આચરવામાં આવ્યું હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંની કુખ્યાત જાડેજા બ્રધર્સ (Jadeja Brothers) પેઢી દ્વારા માસિક 3% જેટલો ઊંચો નફો આપવાની આકર્ષક લાલચ આપીને નિર્દોષ લોકો પાસે મોટું રોકાણ કરાવવામાં આવ્યું હતું.

