તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે અને દીકરી ધોરણ 5 માં અભ્યાસ કરતી હતી.
ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઈન્કાર
રાજકોટના જસદણની આલ્ફા નવોદય સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતી 10 વર્ષની વિદ્યાર્થિનીને પહેલા અછબડા અને તાવ આવ્યા બાદ તબિયત બગડતા પ્રથમ જસદણ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પરંતુ ત્યાં દીકરીએ દમ તોડી દીધો.
વિદ્યાર્થિની છેલ્લા 15 દિવસથી બિમાર હતી અને સ્કૂલ દ્વારા દીકરીને અછબડા થયા છતાં તેની જાણ પરિવારને કરવામાં આવી ન હોવાનો આક્ષેપ પરિજનો દ્વારા કરવામાં આવ્યો છે, તો સમગ્ર ઘટનામાં મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવે તો પરિજનોનું કહેવું છે કે અમને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહી અને આ મામલે પોલીસને પણ જાણ કરાઈ છે.
સંચાલકોએ પરિજનોને જાણ કરી હતી!
તો પહેલા બાળકીને સારવાર માટે જસદણ ખસેડવામાં આવી હતી પરંતું ડોકટરોએ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવાનું કહ્યું હતુ અને સંચાલકોએ તેને રાજકોટ ખસેડી હતી.
તો મૃતક દીકરીના પિતાનું કહેવું છે કે, અમે રાજકોટ પહોંચ્યા તે પહેલા બાળકીએ શ્વાસ છોડી દીધા હતા. . હવે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ તંત્ર અને સંબંધિત અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. વિદ્યાર્થિનીના મોત પાછળ ખરેખર સ્કૂલની બેદરકારી છે કે નહીં તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો : Ahmedabad Airport પર મોટી દુર્ઘટના ટળી, 2 વિમાન સામસામે આવી જતાં મચી ગઈ દોડધામ