Rajkot : લોધિકામાં ભાજપ નેતાનું ગૌચર જમીન કૌભાંડ, DILRનો હુકમ રદ કરતા કલેક્ટર
Rajkot જિલ્લા ભાજપના જુથવાદમાં ગૌચર જમીન પર દબાણ ઉજાગર થયું છે અને રાજકોટ જિલ્લાના લોધિકામાં ભાજપના નેતાનું ગૌચર જમીન કોભાંડમાં જિલ્લા કલેક્ટરે બ્રેક મારી છે. 37 વિધા જમીન સરકારી અને ગૌચર જમીન ફરી ગૌચર ઠેરવવામાં આવી છે. જિલ્લા ભાજપના આગેવાન મુકેશ તોગડિયા અને લોધિકા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશ કામાણી, કમલેશ વરૂ અને અજય બાલધા ગૌચર જમીન પર દબાણ કર્યું હતું.
Advertisement
Rajkot : લોધીકા ગામમાં સરકારી ગૌચર અને ખરાબાની કરોડો રૂપિયાની 6 એકર કિંમતી જમીન પચાવી પાડવાના ભાજપ નેતાના કચિત કારસા ઉપર રાજકોટ જિલ્લા કલેક્ટર બેક મારી છે. લોધીકા ગ્રામ પંચાયત દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને માન્ય રાખીને કલેક્ટરે નાયબ નિયામક (જમીન દફ્તર) રાજકોટ દ્વારા અગાઉ કરવામાં આવેલો વિવાદાસ્પદ હુકમ તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે.

