મૃતકના પરિવારજનોનો સીધો આક્ષેપ છે કે, કંપનીમાં સુરક્ષાના પ્રાથમિક સાધનો જેવા કે રોબોટિક સિસ્ટમ કે અન્ય સેફટીના સાધનોનો અભાવ છે.
લોઠડાની કંપનીમાં શોર્ટ સર્કિટથી મજૂરનું કરુણ મોત
જો કંપનીમાં કામદારોની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા હોત, તો કદાચ કૃષ્ણ પંડિતનો જીવ બચાવી શકાયો હોત. આ દુર્ઘટના પછી મોટી સંખ્યામાં મજૂરો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા.
પરિસ્થિતિ એટલી તંગ બની હતી કે મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી કંપની સામે કાયદેસરની કાર્યવાહી ન થાય અને યોગ્ય ન્યાય ન મળે, ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. હોસ્પિટલ પરિસરમાં મજૂરો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા અને કંપનીની સલામતી વ્યવસ્થા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષા એ પાયાની જરૂરિયાત છે
લોઠડાની આ ઘટનાએ ફરી એકવાર જીઆઈડીસી (GIDC) વિસ્તારોમાં કામદારોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પરિવારજનોની માગ છે કે, જે બેદરકારીના કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, તે માટે જવાબદાર સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ અને મૃતકના પરિવારને આર્થિક વળતર મળવું જોઈએ.
હાલ તો સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ તંત્ર અને મજૂર સંગઠનો વચ્ચે મધ્યસ્થીના પ્રયાસો ચાલી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે તપાસ કરવામાં આવે અને કંપનીમાં સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે જોવું અત્યંત જરૂરી છે.
આ પણ વાંચો : Gujarat ATS : 1 કરોડના ચરસ કેસમાં આરોપીને 20 વર્ષની જેલની સજા, ડ્રગ્સ માફિયાઓ પર કોર્ટનો કડક પ્રહાર