રાજકોટ તાલુકા પોલીસે અફઝલ સીડા, તેની સાગરીત અનિશા, રવિ ગોસાઈ ,વિજય ચુડાસમા સામે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે. અફઝલ સીડા વિરુદ્ધ ત્રણ ગુના નોંધાઈ ચુક્યા છે અને અવારનવાર હિંદુ યુવતીઓને ફસાવવાના કાવતરા ઘડી ચૂક્યો છે.
રાજકોટ લવ જેહાદ કેસ
સમગ્ર ઘટનાને લઈ પિડીત હિંદુ યુવતીએ મીડિયા સમક્ષ આપવીતી વર્ણવી હતી અને અફઝલ સીડા હાલ વોન્ટેડ છે અને ઈન્સ્ટાગ્રામ મારફત લાઇવ થઈ ને હજુ પણ પીડિતાને ધમકાવી બદનામ કરી રહ્યો છે. ત્યારે આ કેસમાં પોલીસ ફરિયાદ બાદ આરોપી અનિશાની અટકાયત કરવામાં આવી છે.
અને અનિશા પોતે નિર્દોષ હોવાનું મીડિયા સમક્ષ નિવેદન આપવા આવતા તાલુકા પોલીસે અટકાયત કરી છે. મુખ્ય આરોપી અફઝલ સિડા સહિતના આરોપી પોલીસ પકડથી દૂર છે. ભોગ બનનાર મહિલા એક વર્ષ અગાઉ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે અફઝલ સીદા નામના યુવકના સંપર્કમાં આવી હતી.
મોરબીની અનિશાએ અફઝલ સાથે સંપર્ક કરાવ્યો હતો
હિંદુ મહિલાને અફઝલ ધમકાવતો હોવાની વાત સામે આવી હતી તો વચ્ચે દલાલ તરીકે મોરબીની અનિશા ભોગ બનનારને તેના પતિ સાથે છૂટાછેડા લેવા માટે દબાણ કરતી હોવાની વાત સામે આવી છે.
રાજકોટમાં રહેતા શખસે ઈન્સટાગ્રામના માધ્યમથી પ્રેમજાળ મારફતે યુવતીને પ્રેમજાળમાં ફસાવી અલગ અલગ સ્થળે લઈ જઈ મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતુ અને ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપતો હોવાથી કંટાળી જઈ મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતા તાલુકા પોલીસે સમગ્ર મામલો પહોચ્યો હતો.
આરોપીએ મહિલાને જીદ્દી બોય તરીકે રીકવેસ્ટ મોકલી હતી
ફરીયાદમાં જણાવ્યા અનુસાર, એક વર્ષ અગાઉ ઈન્સ્ટાગ્રામ મારફતે આરોપીએ જીદ્દી બોય તરીકે રીકવેસ્ટ મોકલી હતી અને તેનુ નામ છુપાવ્યુ હતુ. બાદમાં બન્ને મોબાઈલમાં વાતચીત કરતા હતા અને બે માસ બાદ ગોંડલ રોડ પરની હોટલે બોલાવી હતી અને વાત કર્યા બાદ કંઈક ઘેની પદાર્થ પીવડાવી દુષ્કર્મ આચર્યુ હતુ અને વિડીયો અને ફોટા પાડયા હતા.
બાદમાં તેને ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા તેની સાથે મોબાઈલમાં વાત કરવાની બંધ કરી સંબંધ તોડી નાખવાનો નિર્ણય કરતા તેને સોશીયલ મિડિયામાં લાઈવ થઈ મહિલા વિરૂધ્ધ ખરાબ બોલી આરોપી ધમકી પણ આપતો હતો. હાલ રાજકોટ તાલુકા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે અલગ-અલગ ટીમો પણ બનાવી છે.
આ પણ વાંચો : Banaskantha : વીજ તાર પડતાં પિતા-પુત્રના મોત, વડગામના સકલાણા ગામે બની ઘટના