Rajkot: મોટી મારાડમાં ડબલ મર્ડરનો મામલો, પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો
રાજકોટના મોટી મારાડમાં થયેલા ડબલ મર્ડર કેસમાં પોલીસે હત્યારા સુરેશ બારીયાને ઝડપી પાડ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી મૃતક દુર્ગા સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હતો. દુર્ગાના લગ્ન અન્ય સાથે થઈ જતા તેણે સંબંધ તોડી નાખ્યો હતો.
Advertisement
Rajkot Double Murder Case: રાજકોટના મોટી મારાડ ગામમાં તાજેતરમાં બનેલી ચકચારી ડબલ મર્ડરની ઘટનાનો આખરે પોલીસે પર્દાફાશ કરી દીધો છે. આ હત્યાકાંડ પાછળનું કારણ જાણીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ જઘન્ય હત્યા હત્યા પાછળનું મુખ્ય કારણ 'પ્રેમ સંબંધ' (Love Affair) હતું. આરોપીએ મૃતક દંપતીને વાડીમાં એકસાથે જોઈ લેતા ઉશ્કેરાઈને આ ક્રૂર હત્યાને અંજામ આપ્યો હતો.

