Rajkot : 8 વર્ષ પછી ઉકેલાઈ રાજકોટની સૌથી રહસ્યમય મર્ડર મિસ્ટ્રી, ઠેકેદાર નીકળ્યો હત્યારો
Rajkot ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 8 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો છે. ધડ વગરનું માથાની મર્ડર મિસ્ટ્રી 8 વર્ષે ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી છે. વર્ષ 2018 ડિસેમ્બર મહિનામાં આજી નદીના પટ્ટમાંથી બાળકનું ધડ વિનાનું માથું મળ્યું હતું અને DNA ટેસ્ટના આધારે મૃતક બાળકની ઓળખ થઈ છે.
Advertisement
Rajkot : મૃતક બાળક પશ્ચિમ બંગાળનો વતની હતો અને પશ્ચિમ બંગાળથી ઠેકેદાર અઝમતમુલા મજૂરી માટે બાળકોને લઈ આવ્યો હતો જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બાળક કામ ન કરતા ઠેકેદાર અઝમતમુલાએ કરી હતી હત્યા અને 7 જૂન 2025ના ઠેકેદાર અઝમતમુલાના ચુંગલમાંથી પોલીસે 21 બાળકોને મુક્ત કરાવ્યા હતા. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબુલાત આપી હતી કે તેને એક બાળકની હત્યા કરી હતી.

