Rajkot : ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલનું સમાજને માર્ગદર્શન, કહ્યું, "પ્રેમ ગુનો નથી, પણ માતા-પિતાની સહમતી અને મર્યાદા જરૂરી"
Rajkot : ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા દીકરીઓને લઈને આપવામાં આવેલા નિવેદનના સંદર્ભમાં ખોડલધામ સંસ્થાના ચેરમેન નરેશભાઈ પટેલે એક મહત્વનું અને માર્ગદર્શક નિવેદન આપ્યું છે. આજના બદલાતા યુગમાં દીકરીઓની સુરક્ષા અને તેમના ઉછેર અંગે સમાજના દરેક વર્ગમાં ચિંતા જોવા મળી રહી છે, ત્યારે નરેશભાઈ પટેલે યુવા પેઢી અને ખાસ કરીને દીકરીઓને સોશિયલ મીડિયાના આકર્ષણથી બચવા અને સાચી દિશામાં આગળ વધવા માટે પ્રેરણા આપી છે.
Advertisement
Rajkot : નરેશભાઈ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "પ્રેમ કરવો એ પાપ કે ગુનો નથી, પરંતુ તે પ્રેમ માતા-પિતા સ્વીકારશે કે કેમ અને શું તે સંબંધ ભવિષ્યમાં મુશ્કેલી તો નહીં નોતરે, તેનો વિચાર કરવો અત્યંત જરૂરી છે.

