Rajkot માં મધરાતે પોલીસનું મેગા ઓપરેશન, 31 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ
Rajkot : રાજકોટ પોલીસે મોડી રાત્રે બાંગ્લાદેશીઓની અટકાયત કરી હતી અને કુલ 31 બાંગ્લાદેશીઓને પોલીસ સ્ટેશન લાવી તેમની પૂછપરછ કરી હતી, રાજકોટ અને રાજકોટ ગ્રામ્યમાં અલગ-અલગ જગ્યાએ બાંગ્લાદેશીઓ નોકરી કરી જીવન ગુજારી રહ્યાં હતા અને તેને લઈ પોલીસે અટકાયત કરી છે. કેટલા સમયથી રાજકોટમાં રહે છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, પોલીસે આધારકાર્ડ, પાસપોર્ટ, વિઝા સહિતના ડોકયુમેન્ટની ચકાસણી શરૂ કરી છે.
બાંગ્લાદેશીઓને લઈ ગુજરાત પોલીસની મેગા ડ્રાઈવ!
રાજકોટ શહેર પોલીસે 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. આધારકાર્ડ , પાસપોર્ટ, વિઝા સહિતના ડોક્યુમેન્ટ્સની ચકાસણી શરૂ કરી છે, રાજકોટના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. કુલ કેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ તેની વિગત પોલીસ ગૃહ વિભાગને સોંપશે અને આ મામલે વધુ વિગતો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે જણાવી શકે છે, ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં પોલીસ આ મામલે ડ્રાઈવ કરી રહી છે અને ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની અટકાયત કરી શકે છે અને તેમના દેશમાં મોકલી તેમને ડિપોર્ટ કરી શકે છે.
Rajkot માં પહેલા પણ બાંગ્લાદેશીઓ ઝડપાયા
ગુજરાત પોલીસનું અલગ-અલગ જિલ્લામાં બાંગ્લાદેશીના ગેરકાયદેસર વસવાટને લઈ ઓપરશેન ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં પણ આ ઓપરેશન વધુ મજબૂત બનશે તેવી વાત સૂત્રો તરફથી સામે આવી છે, ગુજરાત પોલીસની ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી ટીમ ખાસ આ પ્રકારની મુહિમ ચલાવી રહી છે, બાંગ્લાદેશની બોર્ડરથી ગુજરાતમાં એજન્ટો મારફતે રૂપિયા આપી પ્રવેશ કરતા હોય છે અને ગુજરાતમાં નોકરી કરતા હોય છે. ત્યારે રાજકોટ,ભાવનગર,અમદાવાદ,સુરત એસઓજી આ મામલે સખત કાર્યવાહી કરી છે અને આગામી દિવસોમાં હજી ઘણા બાંગ્લાદેશીઓને ગુજરાતમાંથી તેમના દેશમાં ડિપોર્ટ કરાશે.
આ પણ વાંચો : LIVE: Gujarat Latest News : હવામાન વિભાગે ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદની કરી આગાહી


