Rajkot ને આજે મળશે મોટી ભેટ, 74 કરોડના રૂપિયે બનેલ સાંઢિયા પુલનું થશે લોકાર્પણ
Rajkot : રાજકોટ વાસીઓને આજે મળશે વધુ એક બ્રિજની ભેટ જેમાં 74 કરોડના રૂપિયા તૈયાર થયેલ બ્રિજ શહેરીજનો માટે ખુલ્લો મૂકવામાં આવશે જેમાં રાજકોટ જામનગર રોડ પરનો સાંઢિયા પુલનું આજે લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરાશે. બ્રિજ ખુલ્લો થતા હજારો લોકોને ટ્રાફિક સમસ્યાથી મળશે મુક્તિ.
Advertisement
Rajkot : રાજકોટના સુવ્યવસ્થિત અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના વધુ એક મહત્વપૂર્ણ સોપાનરૂપે જામનગર રોડ પર નવનિર્મિત ઓવરબ્રિજ, જે સાંઢિયા પુલ તરીકે અત્યંત લોકપ્રિય છે, તે હવે જનતા માટે ખુલ્લો મુકવા માટે સજ્જ થઈ ગયો છે.

