મધ્ય પ્રદેશનો ધાર જિલ્લો અને દાહોદની ગેંગ હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે, 19 જૂન 2026ના રોજ વૃદ્ધ ઘરે હતા તે દરમિયાન આ લૂંટ રાત્રીના સમયે કરવામાં આવી છે.
ગોંડલ ચોકડી સુધી બાઇક પર આવ્યા લૂંટારૂઓ
સીસીટીવી ફૂટેજમાં લૂંટારૂઓ બાઇક પર એક મોટી અને શંકાસ્પદ સૂટકેસ લઈને ભાગતા સ્પષ્ટપણે કેદ થયા છે. આ ટોળકી શાપરથી ભાગીને રાજકોટની ગોંડલ ચોકડી સુધી બાઇક પર સવાર થઈને આવી હોવાના મજબૂત પુરાવા પોલીસને હાથ લાગ્યા છે.
હવે પોલીસને મુખ્ય આરોપી હાથમાં લાગે તો આ કેસમાં વધુ ખુલાસા થઈ શકે છે. હાલ પોલીસ માટે પણ પડકારજનક સ્થિતિ છે કેમકે મુખ્ય આરોપી હજી ઝડપાયો નથી.
19 જૂન 2026ના રોજ બની હતી લૂંટની ઘટના
77 વર્ષના વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરમાં એકલા હતા ત્યારે દરવાજો તોડીને ઘૂસેલા બુકાનીધારીઓએ તેમને બંધક બનાવી રોકડ, દાગીના મળી રૂ. 2 કરોડ 50 લાખની માલમત્તાની લૂંટ ચલાવી હતી. ફરિયાદી વેપારી છે અને વેપારના રૂપિયા ઘરે પડયા હતા અને લૂંટ થઈ હોવાની વાત સામે આવી છે.
રૂરલ પોલીસની ટીમોએ સીસીટીવી ફૂટેજ ચકાસવાનું અને લૂંટારૂઓનું પગેરૂ શોધવા મહેનત આદરી હતી. પારડી નજીક કેટલાક શકમંદ કેમેરામાં કેદ થયાની માહિતી મળતાં તે તરફ તપાસ આગળ વધારાઈ હતી. લૂંટારા રાતે એકાદ વાગ્યા પછી ચાલીને આવ્યા હતાં અને લૂંટ કરીને ભાગી ગયા હતાં.
આ પણ વાંચો : Junagadh : MLA એ 50 લાખની ગ્રાન્ટ આપી, છતાં જૂનાગઢના ઐતિહાસિક કુંડને બચાવવા જનતાએ કરવો પડ્યો શ્રમયજ્ઞ