આ સમગ્ર ઘટનામાં પોલીસને હાથે એક સીસીટીવી પણ આવ્યા છે જેમાં દેખાઈ રહ્યું છે કે, લૂંટ કરવા 6 લૂંટારૂઓ આવ્યા હતા અને તે લોકો બુકાનીધારી હતા.
વૃદ્ધને બંધક બનાવી 2.50 કરોડની લૂંટ ચલાવવાનો કેસ
ઘટનાની જાણ થતાની સાથે પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ તો કર્યો છે પણ આરોપીઓ હજી સુધી પોલીસની પકડમાં આવ્યા નથી. આરોપીઓએ લૂંટ કરવા માટે ત્રિકમની પણ ચોરી કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે અને શાપર નજીક એક બાઈક પણ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.
બે બાઈકમાં લૂંટારુ કાંગશિયાળી ઢોલરા રોડ પરના CCTVમાં થયા કેદ. બે બાઈકમાં 6 લોકો હાથમાં એક થેલા સાથે જોવા મળ્યા છે.
19 જૂન 2026ના રોજ બની હતી લૂંટની ઘટના
77 વર્ષના વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરમાં એકલા હતા ત્યારે દરવાજો તોડીને ઘૂસેલા બુકાનીધારીઓએ તેમને બંધક બનાવી રોકડ, દાગીના મળી રૂ. 2 કરોડ 50 લાખની માલમત્તાની લૂંટ ચલાવી હતી. ફરિયાદી વેપારી છે અને વેપારના રૂપિયા ઘરે પડયા હતા અને લૂંટ થઈ હોવાની વાત સામે આવી છે.
રૂરલ પોલીસની ટીમોએ સીસીટીવી ફૂટેજ ચકાસવાનું અને લૂંટારૂઓનું પગેરૂ શોધવા મહેનત આદરી હતી. પારડી નજીક કેટલાક શકમંદ કેમેરામાં કેદ થયાની માહિતી મળતાં તે તરફ તપાસ આગળ વધારાઈ હતી. લૂંટારા રાતે એકાદ વાગ્યા પછી ચાલીને આવ્યા હતાં અને લૂંટ કરીને ભાગી ગયા હતાં.
આ પણ વાંચો : Mehsana : વિજાપુરના મણિપુરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે લોકેશન અને સીસીટીવીની મદદથી હત્યારાઓને ઝડપ્યા