Rashid Khan : The Hundred માં રાશિદ ખાનનો જાદુ, 20 બોલમાં 5 વિકેટ ઝડપીને રચ્યો ઇતિહાસ, કેપ્ટન સેમ કુરન પણ ચોંકી ગયા
Rashid Khan : ઇંગ્લેન્ડની પ્રખ્યાત 100 બોલની ક્રિકેટ લીગ 'ધ હન્ડ્રેડ' માં અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાનનો જાદુ જોવા મળ્યો છે. MI લંડન તરફથી રમતા રાશિદ ખાને માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ સામે ઘાતક બોલિંગનું પ્રદર્શન કરીને ધ હન્ડ્રેડના ઈતિહાસમાં પોતાની પ્રથમ 5 વિકેટ ઝડપવાની સિદ્ધિ હાંસલ કરી છે.
Advertisement
Rashid Khan ના આ અદ્ભુત પરાક્રમને કારણે MI લંડને આ રોમાંચક મેચ 46 રને જીતી લીધી છે અને પોઈન્ટ ટેબલમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા MI લંડને નિર્ધારિત 100 બોલમાં 183 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સની ટીમ સામે રાશિદ ખાને ફાઈટ આપી હતી.

