Sabarkantha માં ફાયર ટીમે દેવદૂત બની, ઇડરના ઉમેદગઢ ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા શ્રમજીવીનો જીવ બચાવ્યો
Sabarkantha જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર રૂપ બતાવતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે નદી-નાળાઓ અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે, ત્યારે ઇડર તાલુકાના ઉમેદગઢ ગામેથી એક અત્યંત રોમાંચક અને જીવ સચરિત કરનાર રેસ્ક્યૂ ઓપરેશન સામે આવ્યું છે.
Advertisement
Sabarkantha : પૂરના તીવ્ર પ્રવાહ વચ્ચે ફસાઈ ગયેલા એક વ્યક્તિનો ફાયર ટીમના જવાનોએ પોતાના પ્રાણની પરવા કર્યા વગર સાહસિક રીતે જીવ બચાવી લીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઇડરના ઉમેદગઢ ગામના વાઘા વિસ્તારમાં ભારે વરસાદના કારણે અચાનક પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હતો.

