Heavy Rain: દ. ગુજરાતમાં ભારે વરસાદ અંગે રાજ્ય સરકાર એલર્ટ, મુખ્ય સચિવ M.K. દાસ અને રાહત કમિશનર વચ્ચે બેઠક
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતાં જ વહીવટી બેડામાં દોડધામ મચી ગઈ છે. સ્થિતિની ગંભીરતાને પારખીને રાજ્યના વડા મથકેથી કડક આદેશો છૂટ્યા છે અને કેટલાક ચૂંટેલા જિલ્લાઓમાં વિશેષ મોરચો માંડવામાં આવ્યો છે.
Advertisement
South Gujarat Heavy Rain: દક્ષિણ ગુજરાત (South Gujarat) માં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સર્જાયેલી ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર (Gujarat Government) સદંતર એલર્ટ મોડ પર આવી ગઈ છે. દક્ષિણ ગુજરાતના ચાર મહત્વપૂર્ણ જિલ્લાઓમાં વરસી રહેલા અનરાધાર અને ભારે વરસાદ (Heavy Rain) ને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

