Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat : કાળમુખી ડમ્પરની અડફેટે મહિલાનું મોત, અકસ્માત બાદ લોકોના ટોળા ભેગા થતા ચાલક થયો ફરાર

Surat : સુરતના ભાઠેનામાં ડમ્પરનો જીવલેણ કહેર સામે આવ્યો છે જેમાં મહિલા ટુ વ્હીલર લઈને જઈ રહી હતી તે દરમિયાન બેફામ દોડતા ડમ્પરે મહિલાને અડફેટે લીધી હતી જેમાં મહિલાનું સ્થળ પર જ મોત થયું છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ફરાર ડમ્પરના ચાલકની શોધખોળ આદરી હતી.
surat   કાળમુખી ડમ્પરની અડફેટે મહિલાનું મોત  અકસ્માત બાદ લોકોના ટોળા ભેગા થતા ચાલક થયો ફરાર
Advertisement

Surat : ગુજરાતમાં બેફામ દોડતા ડમ્પરની અડફેટે અત્યાર સુધી ઘણા લોકોના મોત થયા છે, ત્યારે સુરતમાં વધુ એક ડમ્પરના ચાલકે અકસ્માત સર્જયો છે જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે. કાળમુખા ડમ્પરે મોપેડ સવાર મહિલાને કચડી નાખતા લોકોના ટોળા ઉમટયા હતા. ભાઠેના ચીમની ટેકરા પાસે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. અકસ્માત સર્જી બેફામ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થયો છે અને ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરાઈ

ઉધના વિસ્તારના ભાઠેનામાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, તો અકસ્માત સર્જયા બાદ ડમ્પરનો ચાલક સ્થળ પર ડમ્પર મૂકીનો ફરાર થયો હતો અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે, ફરાર ડમ્પર ચાલકને શોધવા પોલીસે સીસીટીવીની પણ મદદ લીધી છે. ત્યારે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, સુરતમાં પણ અનેક ઘટનાઓ એવી બની છે જેમાં બેફામ દોડતા ડમ્પરના કારણે અનેક લોકોના મોત થયા છે.

Advertisement

Surat ના માંગરોળમાં બે દિવસ અગાઉ દંપતીનું ડમ્પરની અડફેટે મોત

સુરતનું એક દંપતી કોસંબા-માંગરોળ સ્ટેટ હાઈવે પર વેલાછા ગામ નજીક ડમ્પરની અડફેટે આવી ગયું હતું. આ અકસ્માતમાં પતિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે પત્નીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિધન થયું હતું. તો બેફામ દોડતા ડમ્પરને લઈ લોકોમાં પણ ભારે રોષ છે, ત્યારે પોલીસ કેમ આવા બેફામ દોડતા ડમ્પરને જોઈ રહી છે પણ કાર્યવાહી કરી નથી રહી.

Advertisement

વલસાડમાં ડમ્પરની અડફેટે એકનું મોત

વલસાડ તાલુકાના અતુલ ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નં. 48 પર મંગળવારે રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. મુંબઈ તરફ જઈ રહેલા એક અજાણ્યા ડમ્પર ચાલકે રસ્તો ઓળંગી રહેલા એક રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થયો છે.

આ પણ વાંચો : Gujarat Police ની ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ સર્જીકલ સ્ટ્રાઈક, ઠેરઠેર સર્ચ ઓપરેશન

Tags :
Advertisement

.

×