આ ઘટનાએ એરપોર્ટ પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચાવી દીધી હતી. આ વિમાન અઝરબૈઝાનનું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે વિમાન દમણના આકાશમાં હતું ત્યારે કોઈ ટેકનિકલ ખામી અથવા અન્ય કારણોસર તેણે કટોકટીનો સંકેત આપતું 'ડિસ્ટ્રેસ સિગ્નલ' છોડ્યું હતું. સુરત એરપોર્ટ નજીક હોવાથી, સુરક્ષા પ્રોટોકોલ મુજબ સુરત એરપોર્ટના અધિકારીઓને આ બાબતની જાણ કરવામાં આવી હતી.
અઝરબૈઝાનના વિમાનનો 'SOS' કોલ હતો
ચેતવણી મળતાની સાથે જ સુરત એરપોર્ટ પર ઈમરજન્સી પ્રોટોકોલ સક્રિય કરી દેવામાં આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટીના ઈમરજન્સી પ્લાન અને SOP (Standard Operating Procedure) મુજબ, ફાયર ફાઈટિંગની ટીમો, મેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સને રન-વે પાસે તૈનાત કરી દેવામાં આવી હતી, જેથી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળી શકાય. જોકે, થોડા સમય બાદ સ્પષ્ટ થયું હતું કે સંકટગ્રસ્ત વિમાન સુરત એરપોર્ટ પર લેન્ડ થવાનું નથી.
એરપોર્ટ તંત્રએ રાહતનો શ્વાસ લીધો
એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, વિમાન આ સંકેત આપ્યા બાદ સુરત એરપોર્ટના સંપર્ક વિસ્તારમાંથી આગળ નીકળી ગયું હતું. આથી, સુરત એરપોર્ટ પરની ઈમરજન્સી સ્થિતિ પાછી ખેંચી લેવામાં આવી હતી અને તમામ કામગીરી ફરી સામાન્ય થઈ ગઈ હતી. ક્ષણભર માટે ફેલાયેલી ચિંતા બાદ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું જાહેર થતા તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો : LIVE: Gujarat Latest News : ગુજરાતમાં સિઝનના વરસાદમાં હજુ 28 ટકાની મોટી ઘટ, સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી