Surat : મેયરની મોડી રાત્રે 'ફીલ્ડ વિઝિટ', ખાડીપૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ડી-વોટરિંગ અને સફાઈના આપ્યા આદેશ
Surat શહેરમાં ખાડીપૂરના કારણે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય કરવા માટે પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે સુરતના મેયર માયા માવાણીએ મોડી રાત્રે વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
Advertisement
Surat : મેયરની આ ઓચિંતી મુલાકાતથી પાલિકાના તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને કામગીરીને વધુ ગતિ મળી હતી. ખાડીપૂરને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

