Surat : ઉધના-લાલીમા વિસ્તારમાં જળસંકટ, ઘરોમાં કેદ થયા લોકો, કમર સુધીના પાણીમાં અવરજવર કરવા મજબૂર બન્યા સ્થાનિકો
Surat : સુરતમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા તોફાની વરસાદે આજે થોડો વિરામ લીધો છે, જેને કારણે સુરતીઓએ થોડો હાશકારો અનુભવ્યો છે. જોકે, આ રાહત હજુ અપૂર્ણ છે, કારણ કે શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી અને ખાડીપુરના પાણીના ભરાવાને કારણે સ્થિતિ ગંભીર બનેલી છે.
Advertisement
Surat શહેરના ઉધના અને લાલીમા જેવા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ યથાવત છે, જેના કારણે સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારોમાં ખાડીના પાણી ફરી વળતા રો હાઉસની સોસાયટીઓ, દુકાનો અને પાર્કિંગમાં રહેલા વાહનો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

